IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર'
June 25, 2026
મીડિયા અહેવાલો અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે હાર્દિક પંડ્યાની ટ્રેડિંગને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે. જો હાર્દિક પંડ્યા કેકેઆરની ટીમમાં જોડાશે, તો તેને કેપ્ટન બનાવવામાં આવશે તે નક્કી છે. છેલ્લા 2 સીઝનથી અજિંક્ય રહાણે કેકેઆરનો કેપ્ટન રહ્યો છે, પરંતુ ટીમ માટે તેઓ બહુ સારો વિકલ્પ સાબિત થયો ન હતો. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાની આ ડીલમાં માત્ર કેપ્ટનશીપ જ એકમાત્ર મોટી વાત નથી, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટ્રેડ માટે પૂરેપૂરા પૈસા ચૂકવીને 'ઓલ-કેશ ડીલ' કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ સીધા પૈસા લેવાનું પસંદ કરશે કે બદલામાં કોઈ ખેલાડી માંગશે, તે હજુ નક્કી નથી.
IPLના નિયમો પ્રમાણે, કોઈ પણ ખેલાડી બીજી ટીમ સાથે સીધી વાતચીત કરી શકતો નથી; બધી ચર્ચા બંને ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે જ થવી જરૂરી છે. આ સાથે જ, ટ્રેડિંગ માટે ખેલાડીની મંજૂરી પણ એટલી જ મહત્ત્વની છે. જો ખેલાડી નવી ટીમમાં જવા માટે ના પાડી દે, તો તેણે સીધા ઓક્શન (હરાજી)માં જવું પડે છે.
જો જોવામાં આવે તો, હાર્દિક પંડ્યાના બદલામાં યશસ્વી જયસ્વાલને લેવાનો સોદો મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. મુંબઈને અત્યારે એક મજબૂત ઓપનરની જરૂર છે અને જયસ્વાલ તે કમી પૂરી કરી શકે છે. વળી, જયસ્વાલ મુંબઈનો જ હોવાથી તે વાનખેડે સ્ટેડિયમની પિચને ખૂબ સારી રીતે સમજે છે. બીજી તરફ, આ ટ્રેડથી રાજસ્થાન રોયલ્સને પણ મોટો ફાયદો થશે. તેને હાર્દિકના રૂપમાં એક શાનદાર ઓલરાઉન્ડર અને એક અનુભવી કેપ્ટન મળી જશે, કારણ કે રિયાન પરાગ કેપ્ટન તરીકે એટલો પ્રભાવશાળી સાબિત થયો નથી.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026