સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીય સહિત 2ના મોત
March 09, 2026
સાઉદી અરેબિયાના દક્ષિણ પશ્ચિમ સરહદી શહેર નાજરાન પર ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીયો સહિત 2 લોકોના મોત થયા છે. આ મિસાઈલ હુમલામાં ઘણા લોકો ઘાયલ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. સાઉદી અરેબિયા યમન તરફથી કરાયેલા હુમલાની આ વર્ષની ત્રીજી ઘટના છે, જેમાં કોઈ ભારતીયનું મોત થયું હોય. અહીંના ભારતીય દૂતાવાસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પ્રેસ એજન્સીએ એક અધિકારીને ટાંકીને આ હુમલા વિશે માહિતી આપી છે. ગયા સપ્ટેમ્બરમાં યમનના બળવાખોરોએ સાઉદીના જીઝાન પ્રદેશ પર મોર્ટાર હુમલા કર્યા હતા. જેમાં એક ભારતીયનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આ જ ક્ષેત્રમાં થયેલા બીજા હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું અને વધુ બે ઘાયલ થયા હતા. નોંધનીય છે કે, સાઉદી અરેબિયાના જીઝાન અને નાજરાન પ્રદેશોમાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો રહે છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળનું ગઠબંધન 26 માર્ચથી યમનમાં શિયા હુથી બળવાખોરોને ખતમ કરવા માટે હવાઈ હુમલા કરી રહ્યું છે. યુએનના આંકડા અનુસાર, યમનમાં બળવાખોરો સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 5,800 લોકોના મોત થયા છે અને 27,000થી વધુ ઘાયલ થયા છે.
Related Articles
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
Trending NEWS
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20...
10 May, 2026