કંબોડિયાના મિલિટરી બેઝ પર વિસ્ફોટ થતાં 20 સૈનિકોના મોત

April 28, 2024

કંબોડિયાના પશ્ચિમમાં એક સૈન્ય મથક પર દારૂગોળા વિસ્ફોટમાં 20 સૈનિકો માર્યા ગયા છે. અન્ય ઘણા જવાનો ઘાયલ થયા છે. આ માહિતી કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટે આપી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા જવાનોની હાલત હજુ પણ નાજુક છે. વડાપ્રધાન હુન માનેટે એક ફેસબુક પોસ્ટ કરી હતી, જ્યારે તેમને કેમ્પોંગ સ્પ્યુ પ્રાંતમાં બેઝ પર વિસ્ફોટના સમાચાર મળ્યા ત્યારે તેઓ ચોંકી ઊઠ્યા હતાં.

વિસ્ફોટનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આ વિસ્ફોટ કેવી રીતે થયો તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. તેમણે આ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન હુન માનેટે પરિવારોને વચન આપ્યું હતું કે સરકાર તમામ મૃત સૈનિકોને અંતિમ વળતર ચૂકવશે.