અમેરિકાના ટેક્સાસમાં 3 ભારતીય લોકોની હત્યા, દીકરાએ માતા-પિતા અને દાદીને માથામાં ગોળી મારી
June 20, 2026
અમેરિકાના ટેક્સાસ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક ભારતીય મૂળના પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના જ 19 વર્ષના સગા દીકરાએ પોતાના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી છે. પકડાયેલા આરોપી યુવકનું કનેક્શન પંજાબના નવાંશહરના લખપુર ગામ સાથે હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ અમેરિકન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યના અલ્ટન શહેરમાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં ગૌરવ ચોપરા નામના 19 વર્ષના યુવકની ધરપકડ કરાઈ છે. હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ 56 વર્ષીય સ્વીતા રામ, 46 વર્ષીય કમલેશ રાની અને 73 વર્ષીય મિંદર કૌર તરીકે થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય સભ્યોના મોત માથામાં ગોળી વાગવાના કારણે થયા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગૌરવ ચોપરાએ પોતાના જ માતા-પિતા અને દાદી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ લોહિયાળ ખેલ દરમિયાન તેણે પોતાના સગા ભાઈ પર પણ ગોળી ચલાવી હતી, પરંતુ સદનસીબે તેનો ભાઈ આબાદ બચી ગયો હતો. આ ભયાનક ઘટના બાદ ભાઈએ તાત્કાલિક અમેરિકન ઈમરજન્સી નંબર 911 પર કોલ કરીને પોલીસને આ અંગે જાણ કરી હતી.
વારદાતને અંજામ આપીને આરોપી ગૌરવ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો. પીછા દરમિયાન એક માર્ગ અકસ્માત પણ સર્જાયો હતો જેમાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સ્થળેથી પોલીસે એક હેન્ડગન (પિસ્તોલ) પણ રિકવર કરી છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026