ચોટીલા પંથકમાંથી 31 લાખનો દારૂ પકડાયો, ભાજપનાં આગેવાનો જ નિકળ્યા બુટલેગર
December 24, 2024
ચોટીલા : ચોટીલા શહેર અને તાલુકામાં દેશી- ઇંગ્લીશ દારૂનાં ધંધો ફુલોફાલ્યો હોવાના અહેવાલો બાદ ગત રાત્રીનાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાલુ કટીંગ ઉપર નાવા ગામની સીમમાં છાપો મારતા નાસભાગ મચી ગઇ હતી. બીજી તરફ રાજ્યની ટીમનાં દરોડા સમયે સ્થાનિક પોલીસે પણ ઇંગ્લીશ દારૂની રેડ કરી જથ્થો ઝડપી પાડતા દારૂનાં વેપારમાં રાજકીય સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી સાંજે થાનરોડ ઉપરનાં નાવા ગામની સીમમાં આવેલા પાકા દિવાલ દરવાજા વાળી વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઇંગ્લીશ દારૂના કટીંગ ઉપર દરોડો પાડતા નાસભાગ મચી હતી અને અંધારાનો લાભ ઉઠાવી બુટલેગરો દિવાલો કુદીને પોતાના વાહનો મુકીને નાસી છુટ્યા હતા. પરંતુ આ દરોડામાં દુધનાં ટેન્કર જેવું કચ્છ પાસગનું મોટું ટેન્કર સાથે છોટા હાથી, બોલરો પીક અપમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 5433 (કિંમત રૂ.31,02, 243), રોકડ રૂ.7000 સાથે વાહનો મળી કુલ રૂ. 66.09.243ના મુદ્દામાલ સાથે નાવા ગામના વિજય મંગાભાઇ ચૌહાણને પકડી પાડી પુછતાછ કરતા છેલ્લા ચારેક વર્ષથી કમલેશ ભીમજીભાઇ ઢોલાની વાડીની વાડીની દેખરેખ અને રખેવાળી રાખતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસની છાપામારીમાં એક પીક અપ વાહન તેમજ આરોપીઓ ભાગી છુટયા હતા આ ગુનામાં સ્ટેટ ની ટીમે પકડાયેલ જથ્થાનું કટીંગ કરાવનાર ચોટીલાનાં ગુંદા (ખડ) ગામનાં રાજુભાઇ શીવાભાઇ પરાલીયા ચોટીલા તાલુકા પંચાયતના સદસ્ય ચતુરભાઇ શીવાભાઇ પરાલીયા, રાજકોટના રાહુલ બાબરીયા ઉર્ફે ઢબુ, ચોટીલાનાં નાવા ગામનો મુકેશ ઉર્ફે મુકો હકાભાઇ કોળી, ટેન્કર, બોલરો પીક અપ તેમજ છોટા હાથી જેવા વાહનોના ચાલક અને માલિક કટીંગ દરમ્યાન નાસી જનારા, જથ્થો પુરો પાડનારા અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્હો નોંધાવ્યો હતો.
Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026