ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
September 30, 2026
ગીર સોમનાથના ઉના પંથકમાં ખાંભા-બેડીયા રોડ પર આજે સવારે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઝાલોદથી ઉના તરફ આવી રહેલી મુસાફરભરી એસટી બસ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક સાથે સામસામે ટકરાઈ. ઘટનામાં બે લોકોના મોત થયા. પ્રાપ્ત વિગતોમાં એસટી બસના ડ્રાઇવર સહિત બેના મોતનો ઉલ્લેખ છે, જ્યારે અન્ય માહિતીમાં ટ્રક ચાલક અને એક વ્યક્તિના ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાનું જણાવાયું છે. બસ ડ્રાઇવરની હાલત અત્યંત નાજુક હોવાનું પણ સામે આવ્યું છે.
વહેલી સવારે આશરે 7:00 વાગ્યે થયેલી ટક્કરનો પ્રચંડ ધડાકો દૂર-દૂર સુધી સંભળાયો હતો અને શાંત વાતાવરણમાં મુસાફરોની દર્દનાક ચીસો ગુંજી ઊઠી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસમાં સવાર આશરે 10 થી 12 જેટલા મુસાફરોને પણ નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતનો પ્રચંડ ધડાકો થતાં જ આસપાસના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમયસૂચકતા વાપરી બસની બારીઓ અને દરવાજામાંથી લોહીલુહાણ હાલતમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Related Articles
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026