માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા
May 16, 2026
સમુદ્રની અસીમ સુંદરતા અને તેના રહસ્યો હંમેશા માનવીને આકર્ષતા રહ્યા છે, પરંતુ ક્યારેક આ જ આકર્ષણ જીવલેણ સાબિત થાય છે. માલદીવ્સના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ વાવુ એટોલ ખાતે તાજેતરમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. સહેલાણીઓ માટે સ્વર્ગ ગણાતા આ ટાપુ પર, સમુદ્રના પેટાળને નજીકથી જાણવા નીકળેલા 5 અનુભવી ડાઇવર્સ એક ઊંડી પાણીની ગુફામાં ગયા પછી ક્યારેય પાછા ન ફર્યા. સ્થાનિક તંત્રએ આ ઘટનાને માલદીવ્સના ઇતિહાસની સૌથી ગંભીર અને ભયાનક ડાઇવિંગ દુર્ઘટના ગણાવી છે. આખરે એવું તે શું બન્યું કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ડાઇવર્સ અને સમુદ્ર વૈજ્ઞાનિકો આ કાળી ગુફામાંથી જીવતા બહાર ન આવી શક્યા?
આ કોઈ સામાન્ય પ્રવાસીઓ નહોતા, પરંતુ સમુદ્રના વિજ્ઞાનને ખૂબ સારી રીતે સમજનારા નિષ્ણાતો હતા. ઇટાલીના આ ગ્રૂપમાં સામેલ 5 લોકોમાંથી 4 લોકો યુનિવર્સિટી ઓફ જેનોઆ સાથે સંકળાયેલા હતા અને 'Duke of York' નામની લક્ઝરી યોટ દ્વારા આ અભિયાન પર નીકળ્યા હતા.
મૃતકોમાં ઇટાલીના જાણીતા મરીન બાયોલોજિસ્ટ અને પ્રોફેસર મોનિકા મોન્ટેફાલ્કોન સામેલ હતા, જેઓ માલદીવ્સમાં એક આઇલેન્ડ મોનિટરિંગ કેમ્પેઈનના સાયન્ટિફિક ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સાથે તેમની દીકરી જ્યોર્જિયા સોમ્માકલ જે બાયોમેડિકલ એન્જિનિયર હતી, 31 વર્ષીય મરીન બાયોલોજિસ્ટ મ્યુરિયલ ઓડેનિનો, 31 વર્ષીય સર્ટિફાઇડ સ્કૂબા ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર ફેડેરિકો ગુઆલ્તિયેરી અને 44 વર્ષીય બોટ ઓપરેશન મેનેજર જિયાનલુકા બેનેડેત્તી સામેલ હતા. બેનેડેત્તી તો બેન્કિંગ અને ફાઇનાન્સની કરિયર છોડીને ડાઇવિંગના શોખ માટે 2017થી માલદીવ્સમાં સ્થાયી થયા હતા.
આ અકસ્માત વાવુ એટોલમાં દરિયાની સપાટીથી 50 મીટર (આશરે 164 ફૂટ) ની ઊંડાઈએ આવેલી એક જટિલ ગુફામાં થયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ અંડરવોટર કેવમાં 3 મોટી ચેમ્બર છે, જે સાંકડા માર્ગોથી એકબીજા સાથે જોડાયેલી છે.
રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં માત્ર જિયાનલુકા બેનેડેત્તીનો જ મૃતદેહ ગુફાના પ્રવેશદ્વાર પાસેથી રિકવર કર્યો છે, જ્યારે બાકીના 4 ડાઇવર્સ હજુ પણ ગુફાની અંદર હોવાની આશંકા છે. માલદીવની સરકારના પ્રવક્તા મોહમ્મદ હુસૈન શરીફે જણાવ્યું હતું કે ખરાબ હવામાન અને જોરદાર પવનના કારણે શુક્રવારનું સર્ચ ઓપરેશન અટકાવવું પડ્યું હતું. જોકે, સ્થાનિક ડાઇવર્સે શનિવારના ઓપરેશન માટે એક પ્રારંભિક નકશો તૈયાર કરી લીધો છે અને ઇટાલીથી પણ 2 ડાઇવિંગ એક્સપર્ટ્સ આ ટીમની મદદે આવી રહ્યા છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026