રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
September 30, 2026
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. સમાજવાદી પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાર્ટીએ બુધવારે ઉત્તર પ્રદેશમાંથી પ્રોફેસર રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણીને બે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવની ઉપસ્થિતિમાં બંને ઉમેદવારી નોંધાવશે.
40 વર્ષીય ધનરાજ નથવાણી ગુજરાતમાં વેપાર, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે સક્રિય છે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. તેમનો જન્મ 5 ફેબ્રુઆરી, 1986ના રોજ થયો હતો. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેમણે લંડનની રીજેન્ટસ્ બિઝનેસ સ્કુલમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કર્યો છે અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ્ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીથી એમ.બી.એ. કર્યું છે. સ્નાતક થયા બાદ તેમને રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવાયા હતા. 17 ફેબ્રુઆરી 2014ના રોજ તેમના લગ્ન અમદાવાદમાં થયા હતા, જેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુકેશ અંબાણી અને અહેમદ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના મંત્રી ઓમપ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીની ઉમેદવાર પસંદગી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું પાર્ટી પછાત, દલિત અને લઘુમતી સમુદાયોને બદલે ધનાઢ્યો અને ગુનેગારોને સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો ઈરાદો ધરાવે છે? 22 સપ્ટેમ્બરે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની એક મળીને કુલ 11 રાજ્યસભા બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન યોજાશે તેવી જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં એક બેઠક પર પેટાચૂંટણી પણ યોજાશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની બેઠકો ધરાવતા સભ્યોનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે.
અગાઉ અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે 2022ની ચૂંટણી દરમિયાન તેમની પાર્ટીના સમર્થકોના મતો જાણીજોઈને રદ કરાયા હતા અને આવી ગેરરીતિ વર્ષોથી ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ 2017માં પૂરતું ધ્યાન આપ્યું ન હતું અને ચૂંટણી પંચ નિષ્પક્ષ રહેશે તેમજ પોતાની વિશ્વસનીયતા જાળવશે તેવો વિશ્વાસ રાખ્યો હતો.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી...
Sep 28, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026
28 September, 2026