કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ ફરી ચાલુ કરતી વખતે વિસ્ફોટ, 54 કર્મચારીઓ ઘાયલ, 18 લાપતા
June 22, 2026
કતારના રસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરજાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ ફરી શરૂ કરતી વખતે રવિવારે મોડી રાત્રે એક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. સરકારી કંપની કતાર એનર્જીએ પુષ્ટિ કરી છે કે આ ગંભીર અકસ્માતમાં 54 કર્મચારીઓ ઘાયલ થયા હતા, જ્યારે અન્ય 18 કર્મચારીઓ હજુ પણ લાપતા છે. દુનિયાના અગ્રણી કુદરતી ગેસ ઉત્પાદક દેશ કતારમાં બનેલી આ ઘટનાને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટી ઉથલપાથલ થવાની આશંકા સેવાઈ રહી છે.
આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ એ હતું કે, અગાઉ ઈરાને કરેલા બોમ્બમારા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવાના કારણે કતાર અન્ય દેશોમાં ગેસની નિકાસ કરી શકતું ન હતું, જેથી તેમણે ગેસનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. જોકે, યુદ્ધ રોકવા માટે ચાલી રહેલી શાંતિ મંત્રણાના પગલે ઈરાને દરિયાઈ માર્ગ પરથી પ્રતિબંધ હળવો કર્યો હતો. આ તકનો લાભ લઈને કતારે પોતાનું નિકાસ ટર્મિનલ ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કામગીરી શરૂ થાય તે જ સમયે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
શરૂઆતમાં કતારના અધિકારીઓએ અકસ્માતમાં માત્ર થોડા જ લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી આપી હતી. જોકે, ઘટનાના થોડા કલાકો બાદ ત્યાંના ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ઈજાગ્રસ્તો અને લાપતા લોકોનો આંકડો ઘણો મોટો છે. હાલમાં ગુમ થયેલા કર્મચારીઓની શોધખોળ ચાલી રહી છે. આ ભયાનક વિસ્ફોટના કારણે પ્લાન્ટમાં કેટલું આર્થિક અને માળખાકીય નુકસાન થયું છે, તેનો સચોટ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.
Related Articles
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતાની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસમાં ફાઈનલ ન્યૂક્લિયર ડીલ કરવા સંમતિ
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતાની અસર: અમ...
Jun 22, 2026
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ક્રૂડ ઓઇલ 80 ડૉલર નીચે ગગડતાં શેરબજાર અને સોના-ચાંદીમાં મોટો ઉછાળો
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ક્રૂડ...
Jun 22, 2026
આકાશથી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું, ચીનના ફાઇટર જેટ્સ અને યુદ્ધ જહાજો તૈનાત
આકાશથી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું, ચીનના...
Jun 21, 2026
યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુનિયામાં મોટી આર્થિક તબાહીના સંકેત
યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુન...
Jun 21, 2026
શિકાગોમાં કારમાં આવેલા હુમલાખોરો દ્વારા ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12થી વધુ ઇજાગ્રસ્ત
શિકાગોમાં કારમાં આવેલા હુમલાખોરો દ્વારા...
Jun 21, 2026
હિઝબુલ્લાહ હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં ƒ ઇઝરાયલ
હિઝબુલ્લાહ હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં...
Jun 21, 2026
Trending NEWS
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
20 June, 2026
20 June, 2026