આતંકી હાફિઝ સઈદનો ડાબો-જમણો હાથ ગણાતો કમાન્ડર અબ્દુલ મલિક ઠાર

May 07, 2025

ગઈ રાત પાકિસ્તાન માટે કયામતના દિવસ જેવી ગઈ. ભારતીય સેનાએ મિસાઇલ હુમલામાં પાકિસ્તાનમાં લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. 

એવા વિસ્તારો જ્યાં ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા છે. તે છે - મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, ભીમ્બર, સિયાલકોટ, ચક અમરુ, મુરીદકે. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતે આ હુમલો પાકિસ્તાનમાં લગભગ 100 કિલોમીટર અંદર જઈને કર્યો હતો. સેનાએ આ સમગ્ર લશ્કરી કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે.

બહાવલપુરમાં જ પાકિસ્તાની આતંકવાદીઓની ફેક્ટરી છે. મધ્યરાત્રિએ થયેલા હવાઈ હુમલામાં આતંકવાદી મસૂદ અઝહરની મદરેસાનો નાશ થયો છે. આ જૈશ-એ-મોહમ્મદનો ગઢ છે, જ્યાંથી આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને ભારતમાં ઘુસણખોરી કરાવવામાં આવતી હતી. 

દુનિયાને બતાવવા માટે, જૈશના બહાવલપુર મુખ્યાલયમાં ચેરિટી કાર્ય કરવામાં આવતું હોવાનું કહેવામાં આવતું હતું પરંતુ વાસ્તવમાં આતંકવાદીઓને અહીંથી તાલીમ આપવામાં આવતી હતી. ભારતીય હવાઈ હુમલામાં બહાવલપુરમાં જૈશના મુખ્યાલય તેમજ મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને ઉડાવી દેવામાં આવ્યું છે.