અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
May 07, 2025
ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે, તો માવઠું થતાં ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવતીકાલે ગુરુવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આંકડા મુજબ, રાજ્યમાં આજે બુધવારે (7 મે, 2025) સવારે 10થી બપોરના 12 વાગ્યામાં અમદાવાદના બાવળામાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ અને છેલ્લા 6 કલાકમાં ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ચાલો જાણીએ કયા કેટલો પડ્યો કમોસમી વરસાદ.
હવામાન વિભાગે આજે બુધવારે અમરેલી અને ભાવનગરમાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, આણંદ, અમદાવાદ, ભરૂચ, વલસાડમાં ઑરેન્જ એલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, આજે બુધવારે (7 મે, 2025) સવારે 10થી બપોરના 12 વાગ્યા એટલે માત્ર બે કલાકની અંદરમાં રાજ્યના 95 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના બાવળામાં 2.24 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આણંદના ખંભાતમાં 1.38 ઈંચ, સુરેન્દ્રનગરના લિંબડીમાં 1.10 ઈંચ, અમદાવાદના ધોળકામાં 1.06 ઈંચ, ખેડાના ધસરામાં 1.02 ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના 90 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
જ્યારે આજે બુધવારે સવારે 6થી બપોરના 12 વાગ્યા 12 કલાકની અંદરમાં રાજ્યના 123 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં 34 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં છેલ્લા 6 કલાકમાં સૌથી વધુ આણંદના ખંભાતમાં 4.02 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદના બાવળા, આણંદના બોરસદ, વડોદરા, ભાવનગર, નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
Related Articles
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026