દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત
June 08, 2025
દિલ્હી ઃ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની ચાલી રહેલી લહેર હાલના દિવસોમાં દુનિયા માટે ચિંતાનું કારણ બની છે. હોંગકોંગ અને સિંગાપુરથી શરૂ થયેલું સંક્રમણ મામલે ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. અંદાજિત 15 દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 30 ગણા વધી ગયા છે. 22 મેના રોજ કુલ એક્ટિવ કેસ 257 હતા, જે 8 જૂન સુધીમાં વધીને 6133 થઈ ગયા છે. દરરોજ કોરોનાથી મોતના કેસ પણ નોંધાઈ રહ્યા છે.
કેરળમાં હજુ પણ સૌથી વધુ કોરોનાના કેસ છે. અહીં કોરોનાના કુલ 1950 કેસ છે. ગત 24 કલાકમાં તેમાં 144 કેસનો વધારો થયો છે. ત્યારબાદ ગુજરાતમાં 822, દિલ્હીમાં 686, મહારાષ્ટ્રમાં 595, કર્ણાટકમાં 366, ઉત્તરપ્રદેશમાં 291, તમિલનાડુમાં 194, રાજસ્થાનમાં 132 અને હરિયાણામાં 102 કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ આંકડા ગઈકાલે (7 જૂન) નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં થયેલા મોતની વાત કરીએ તો કેરળમાં ત્રણ કોરોનાના દર્દીના મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં બે દર્દીના મોત થયા છે. આ સિવાય તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે.
ડૉક્ટરનું કહેવું છે કે, કોવિડ 19ના કેસમાં સતત થઈ રહેલો વધારો ચિંતાનો વિષય જરૂર છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. દેશમાં ફેલાઈ રહેલો સબ-વેરિયન્ટ ઓમિક્રોન સ્ટ્રેન ફેમિલીનો જ છે, જેના લક્ષણ વધુ પડતા લોકોમાં હળવા, કેટલાક લોકોમાં એસિમ્ટોમેટિક અને સામાન્ય જનતા માટે ઘણી હદ સુધી નુકસાનકારક નથી. જો કે, તમામ લોકોને બચાવના ઉપાયો પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે, તેમનામાં આ સંક્રમણની અસર નથી થઈ રહી. પરંતુ ચિંતાની વાત એ છે કે સંક્રમિત લોકો વાયરસના વાહક જરૂર થઈ શકે છે, જેનાથી તે લોકોમાં સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે, જે પહેલાથી બીમાર છે અથવા વૃદ્ધ છે. આવા લોકોમાં ગંભીર રોક વિકસિત થઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે તમામ લોકો સંક્રમણથી બચવાના ઉપાય કરતા રહે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026