યુદ્ધવિરામ બાદ ભારતીય દૂતાવાસે ‘ઓપરેશન સિંધુ’ બંધ કર્યું, કહ્યું- ફરી સંકટ ઊભું થશે તો સમીક્ષા કરીશું
June 25, 2025
ઈરાનની રાજધાની તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે મંગળવારે (24 જૂન) કહ્યું કે, ‘ઈઝરાયલ અને ઈરાનમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, તેથી દૂતાવાસ દ્વારા શરૂ કરાયેલ ‘ઓપરેશન સિંધુ’ ધીમે ધીમે બંધ કરવામાં આવશે.’ આ સાથે દૂતાવાસે હેલ્પ ડેસ્ક પણ બંધ કર્યું છે. દૂતાવાસે કહ્યું છે કે, ‘ભારત સરકાર સ્થિતિ પર નજર રાખીને બેઠી છે અને જો ભવિષ્યમાં ભારતીય નાગરિકોની સુરક્ષા પર કોઈ સંકટ ઊભું થશે તો સરકાર રણનીતિ પર ફરી સમીક્ષા કરશે.’ દૂતાવાસે કહ્યું છે કે, ‘ભારતીય નાગરિકો સુરક્ષિત રહી શકે, તેની ખાતરી કરવા માટે હોટલોમાં રૂમો બુક કરાઈ હતી, તેને વધુ બે દિવસ લંબાવાયું છે, એટલે કે 26 જૂને ચેકઆઉટનો સમય રહેશે. હવે ઈરાનમાં સ્થિતિ થાડે પડી રહી છે. જો કોઈ ભારતીય નાગરિકને સલાહ, મદદ કે કોઈ વિશેષ જરૂરીયાત હોય તો તેઓ અગાઉ જારી કરાયેલા ટેલિગ્રામ ચેનલ અથવા હેલ્પલાઈન નંબર દ્વારા દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.’ દૂતાવાસે કહ્યું કે, આ હેલ્પલાઈન નંબર કેટલાક દિવસ સુધી જ ચાલુ રહેશે. આ પહેલા વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયાની ઘટના અંગે નિવેદન જાહેર કર્યું હતું. મંત્રાલયે કહ્યું કે, ‘ભારત સરકાર ઈરાન-ઈઝરાયલ વચ્ચે ઘર્ષણ, અમેરિકા દ્વારા તેહરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો, તેના જવાબમાં ઈરાન દ્વારા કતર સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની ઘટનાઓ પર નજર રાખી રહી છે. અમે ત્યાં પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા મામલે ચિંતિત છીએ, પરંતુ આ સાથે ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના સમાચારો અને તેમાં અમેરિકા-કતારએ નિભાવેલી ભૂમિકાનું સ્વાગત કરીએ છીએ.’ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતના ઓપરેશન સિંધુ હેઠળ કુલ 1713 ભારતીયોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઈરાનના મશહદથી બીજું વિમાન રવિવારે (22મી જૂન) રાત્રે 285 નાગરિકોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું. અગાઉ 21મી જૂને 600 ભારતીયો, 20મી જૂને 407 અને 19મી જૂને 110 અને પછી 311 ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026