તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
May 09, 2026
તમિલનાડુ રાજકારણમાં થલાપતિ વિજયની શપથવિધિ પહેલા જ મોટો 'ક્લાઈમેક્સ' આવ્યો છે. શનિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા વિજયની રાહમાં હવે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સત્તાના ગઠબંધનમાં સામેલ VCKએ ડેપ્યુટી CM પદની માંગણી કરીને વિજયના ગણિત બગાડ્યા છે. તાજેતરની વિગતો મુજબ, રાજ્યપાલ આર.વી. અર્લેકરને હજુ સુધી VCK અને IUMLના ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા સમર્થન પત્ર મળ્યા નથી. વિજયે અત્યાર સુધી માત્ર 116 ધારાસભ્યોનું સમર્થન રજૂ કર્યું છે, જેમાં તેમની પોતાની પાર્ટી TVK (107), કોંગ્રેસ (5) અને ડાબેરી પક્ષો (4) નો સમાવેશ થાય છે. બહુમતી માટે 117 નો આંકડો જરૂરી છે, અને વિજય અત્યારે મેજિક ફિગરથી માત્ર 1 ડગલું દૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, VCK એ સરકારમાં હિસ્સો મેળવવા માટે ડેપ્યુટી CM પદની જીદ પકડી છે. જ્યાં સુધી આ પદ અંગે સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી તેઓ સમર્થન પત્ર સોંપવા તૈયાર નથી. રાજભવન અત્યારે આ બાકી રહેલા પત્રોની રાહ જોઈ રહ્યું છે, જેના કારણે શપથ ગ્રહણના સત્તાવાર સમયની જાહેરાત હજુ સુધી થઈ શકી નથી. વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને વિજયે ઇતિહાસ રચ્યો છે (વિજય બે બેઠકો પરથી લડ્યા હોવાથી પક્ષની સંખ્યા 107 ગણાશે). અભિનેતામાંથી નેતા બનેલા વિજય માટે જનતામાં ભારે ઉત્સાહ છે, પરંતુ ગઠબંધનની રાજનીતિમાં પહેલા જ દિવસે તેમને કડક પરીક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. આ શપથવિધિ સમારોહમાં રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા છે, પરંતુ અત્યારે તમામની નજર VCK ના આગામી પગલા પર છે.
Related Articles
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધા...
May 09, 2026
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ...
May 09, 2026
તમિલનાડુમાં 'થલાપતિ' યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ
તમિલનાડુમાં 'થલાપતિ' યુગની શરૂઆત: આવતીકા...
May 08, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026