ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
May 09, 2026
ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ માટે ગરમીની ગંભીર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આજે (નવમી મે) અમદાવાદમાં 'યેલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. જોકે, આવતીકાલથી સ્થિતિ વધુ ગંભીર બનશે. અમદાવાદમાં આગામી 6 દિવસ માટે 'ઓરેન્જ ઍલર્ટ' આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે નાગરિકોએ લૂ અને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવી પડશે.
નોર્થ ઈસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં રાજ્યના સરેરાશ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આગામી સતત 6 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હિટવેવની સ્થિતિ રહેશે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026