વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
May 09, 2026
વડોદરા જિલ્લાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કરજણ તરફ જતી એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા ચાલક બહાર નીકળી શક્યો નહોતો અને કારની અંદર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ટાયરમાં ઓવર હિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હાલ પાદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પાદરાથી કરજણ તરફ જતા એક્સપ્રેસ વે પર આ દુર્ઘટના બની હતી. કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે કારમાં સવાર વ્યક્તિને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. જોતજોતામાં સંપૂર્ણ વાહન આગની ઝપેટમાં આવી ગયું હતું અને અંદર રહેલી વ્યક્તિ બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગના વાસણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગ ઓલવ્યા બાદ ભારે જહેમતે મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પાદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જે અંતર્ગત મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ કરવા માટે કારના નંબર અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026