રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અમેરિકાની ભારતને લીલી ઝંડી
March 07, 2026
નવી દિલ્હીઃ ઈરાન અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવગ્રસ્ત માહોવ વચ્ચે ભારતે શાંતિ અને સુરક્ષાનો રસ્તો અપનાવ્યો છે. હકીકત એ પણ છે કે, યુદ્ધના કારણે ફ્યુઅલ અને એનર્જી ક્ષેત્રે સંકટ ઊભું થાય એવા એંધાણ છે. અમેરિકાએ યુદ્ધના માહોલમાં ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. આ માટે અમેરિકાએ એક મહિનાનો એટલે કે 30 દિવસનો સમય આપ્યો છે.
અમેરિકાના વિદેશ સચિવે સ્પષ્ટતા કરી છે કે, ભારત આ તણાવગ્રસ્ત માહોલ વચ્ચે 30 દિવસમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી શકે છે. આ બધી જો અને તોની શરતો વચ્ચે સવાલ એ પણ ચર્ચામાં છે કે, આખરે આ એક મહિનામાં કેટલું ઓઈલ ખરીદી શકાય? રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો સંપૂર્ણ આધાર ભારતીય રિફાઈનરીની આયાત ક્ષમતા પર અને સ્ટોરેજ કેપેસિટી પર રહેલો છે.
અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો એક વાત એ સ્પષ્ટ થાય છે કે, દૈનિક ધોરણે 21 લાખ બેરલની ખરીદી ભારતે કરી છે, જેને અત્યાર સુધીની ખરીદીનો રેકોર્ડ માનવામાં આવે છે. ઊર્જા સેક્ટર પર નજર રાખતી અને વિશ્લેષણ કરતી ફર્મ કેપ્લરના રિપોર્ટ અનુસાર રશિયા પાસેથી ક્રૂડની ખરીદી વખતે જહાંજની ક્ષમતા એ પ્રાધાન્ય છે. સપ્લાય અને સ્ટોરેજ બીજા ક્રમે આવતો મુદ્દો રહ્યો છે. આ વાત આજે પણ એટલી જ લાગુ પડે છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026