હોર્મુઝમાં અમેરિકા એકલું પડ્યું? યુદ્ધ જહાજો મોકલવાની ટ્રમ્પની અપીલને ધ્યાનમાં જ ના લીધી
March 15, 2026
'ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા યુદ્ધ જહાજો મોકલશે': ટ્રમ્પનો દાવો
ન્યુ યોર્ક : ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને 4-5 દેશો હોર્મુઝ સ્ટ્રેટ પર યુદ્ધ જહાજો મોકલશે તેવી ડીંગો હાંકી હતી. પણ હવે ટ્રમ્પની આશાઓ પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પની આ અપીલ બાદ વિશ્વના શક્તિશાળી દેશોએ સાવચેતીભર્યા પ્રતિભાવો આપ્યા છે. ટ્રમ્પે 14 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું કે, 'અમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશો પણ આ વિસ્તારમાં પોતાના જંગી યુદ્ધ જહાજો મોકલશે'. ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ કોઈ ખતરો નહીં રહે.' જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી, સુરક્ષિત અને મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમેરિકા ઈરાનની નૌ-સેના પર હુમલા યથાવત રાખશે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ તેમ, આ ક્ષેત્રમાં શિપિંગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે અમારા સાથી દેશો અને ભાગીદારો સાથે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છીએ.' મહત્વનું છે કે બ્રિટને હાલમાં કોઈ સીધો નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ સહયોગની તૈયારી દર્શાવી છે.
વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તાએ CNN સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચીન તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરે છે. ટ્રમ્પની વિનંતી સ્વીકારવા અંગે ચીને સ્પષ્ટતા કરી નથી, પરંતુ એટલું ચોક્કસ કહ્યું કે ઊર્જા પુરવઠો અવરોધ વિના જળવાઈ રહે તે તમામ પક્ષોની જવાબદારી છે. ચીને આ મુદ્દે સંબંધિત પક્ષો સાથે સંવાદ ચાલુ રાખવાની વાત પણ કરી છે. અમેરિકાના સૌથી નજીકના સાથી ગણાતા જાપાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, જાપાની મીડિયા સંસ્થા NHKના અહેવાલ મુજબ, આગામી બુધવારથી શરૂ થઈ રહેલા વડાપ્રધાન સનેઈ તાકાઈચીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ મુદ્દો એજન્ડામાં હોઈ શકે છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કડક શબ્દોમાં કહ્યું કે, 'જાપાન માત્ર ટ્રમ્પના કહેવા પર તાત્કાલિક યુદ્ધ જહાજો નહીં મોકલે. જાપાન પોતાની પ્રતિક્રિયા જાતે નક્કી કરે છે અને સ્વતંત્ર નિર્ણય લેવો તે પાયાની બાબત છે.'
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026