Breaking News :
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો

અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા

May 08, 2026

ન્યુ યોર્ક ઃ વર્ષોથી જે રહસ્ય પર પડદો હતો, તે આખરે દુનિયાની સામે આવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર ( સંરક્ષણ મંત્રાલય ) દ્વારા UFO અને UAP સાથે જોડાયેલી અગાઉની ગુપ ફાઇલો જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાની સરકારનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે જનતા પોતે આ સત્યને નિહાળે. હવે કોઈપણ વ્યક્તિ war.gov/ufo પર જઈને આ વીડિયો, ફોટોગ્રાફ્સ અને મૂળ દસ્તાવેજો કોઈપણ સુરક્ષા પરવાનગી વગર જોઈ શકે છે. FBI લેબના ગ્રાફિક્સ સાથેનો એક ફોટો જાહેર થયો છે, જેમાં કાંસાના રંગની અંડાકાર ધાતુની વસ્તુ આકાશમાં એકાએક દેખાઈને ગાયબ થતી જોવા મળી હતી. નાસાના ચંદ્ર મિશનની જૂની તસવીરોમાં પણ ચંદ્રની સપાટી ઉપર ત્રણ અકલ્પનીય પ્રકાશના ગોળા હાઈલાઈટ કરવામાં આવ્યા છે. યુદ્ધ સચિવ પીટ હેગસેથ અને નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબ્બાર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર શરૂઆત છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને જણાવ્યું કે, અમારું કામ ડેટાને અનુસરવાનું અને જે અકલ્પનીય છે તેને પ્રામાણિકતાથી શેર કરવાનું છે.