ઈરાનના હુમલામાં જૉર્ડન અને UAEમાં અમેરિકન રડાર સિસ્ટમ ધ્વસ્ત
March 06, 2026
UAE ના સૈન્ય મથકો પણ નિશાન પર, જૉર્ડનમાં 50 કરોડ ડૉલરનું રડાર રાખમાં ફેરવાયું
વોશિંગ્ટન : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક તબક્કામાં પહોંચી ગયો ચૂક્યો છે. અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન ભયાનક વળતો પ્રહાર કરી રહ્યો છે અને તે આરબ દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પુષ્ટિ કરે છે કે, ઈરાને જૉર્ડન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતારમાં અમેરિકાની અત્યંત આધુનિક એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી છે.
સેટેલાઇટ ઈમેજ મુજબ, જૉર્ડન સ્થિત મુવાફક સાલ્ટી એર બેઝ પર તૈનાત અમેરિકાના Terminal High Altitude Area Defense મિસાઈલ બેટરીના રડાર સિસ્ટમને ઈરાને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી છે. રેથિયૉન કંપની દ્વારા બનાવવામાં આવેલા આ AN/TPY-2 રડારની કિંમત અંદાજે 50 કરોડ ડૉલર (આશરે ₹4,100 કરોડથી વધુ) છે. તસવીરોમાં એરબેઝ પાસે રેતમાં 13 ફૂટ પહોળા બે મોટા ખાડા દેખાય છે, જે સૂચવે છે કે રડારને સચોટ રીતે તોડી પાડવા માટે એકથી વધુ મિસાઈલોનો ઉપયોગ થયો હતો. પાંચ મોટા ટ્રેલર પર ગોઠવાયેલી આ આખી સિસ્ટમ હાલ સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે.
જૉર્ડન ઉપરાંત, સંયુક્ત આરબ અમીરાતના રૂવૈસ અને સાદેર વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણા પર પણ ઈરાને હુમલો કર્યો છે. રૂવૈસમાં 3 અને સાદેરમાં 4 મહત્વની ઈમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ ઈમારતોનો ઉપયોગ રડાર સિસ્ટમ અને સૈન્ય વાહનો રાખવા માટે થતો હતો. નિષ્ણાતો હજુ એ તપાસી રહ્યા છે કે આ રડાર અમેરિકી સેનાના હતા કે UAEએ અમેરિકા પાસેથી ખરીદેલા હતા.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026