ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા, ટ્રમ્પે કાર્યવાહીને ગણાવી 'લવ ટેપ'
May 09, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન ડિસ્ટ્રોયર (યુદ્ધ જહાજો) ને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા બાદ અમેરિકાએ આક્રમક જવાબી કાર્યવાહી કરી છે. અમેરિકન સેનાએ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને 'લવ ટેપ' ગણાવી ઈરાનને કડક ચેતવણી આપી છે.અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, 7 મેના રોજ જ્યારે અમેરિકન નૌકાદળના ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર હોર્મુઝ સ્ટ્રેટના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઈરાને ડ્રોન, મિસાઈલો અને નાની નૌકાઓ મોકલીને તેમને નિશાન બનાવ્યા હતા. અમેરિકાએ આ તમામ ખતરાઓને નષ્ટ કરીને ઈરાનના તે સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો જ્યાંથી મિસાઈલ અને ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ગુપ્તચર સર્વેલન્સ કેન્દ્રોને પણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે અમેરિકાના ત્રણ વિશ્વસ્તરીય ડિસ્ટ્રોયર સુરક્ષિત રીતે પસાર થયા છે. તેમણે કહ્યું કે ઈરાની ડ્રોનને હવામાં જ સળગાવી દેવામાં આવ્યા હતા, જે સમુદ્રમાં કોઈ પતંગિયું પોતાની કબર તરફ જતું હોય તેમ પડતા દેખાયા હતા. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાન કોઈ સામાન્ય દેશ નથી અને ત્યાંનું નેતૃત્વ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. અમેરિકી હુમલા બાદ ઈરાને તેની રાજધાની તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. ઈરાની અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને સામાન્ય નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાને પણ વળતો પ્રહાર કરવાની તૈયારી દર્શાવી છે. દરમિયાન, સમાચાર મળ્યા છે કે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પશ્ચિમ એશિયા માટે 25.8 અબજ ડોલરના હથિયાર પેકેજને મંજૂરી આપી દીધી છે, જે સૂચવે છે કે સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર બની શકે છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026