અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબદારી, પરમાણુ મુદ્દે જામ્યું વાકયુદ્ધ
April 28, 2026
સંયુક્ત રાષ્ટ્રમાં સોમવારે પરમાણુ કાર્યક્રમ અને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) મામલે ઈરાન અને અમેરિકાના અધિકારીઓ સામસામે આવી ગયા હતા. તેહરાનના પરમાણુ કાર્યક્રમ અને NPT સમીક્ષા સંમેલનના ઉપાધ્યક્ષ તરીકે ઈરાનની પસંદગી થતા અમેરિકાએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે બંને પક્ષો વચ્ચે તીખી શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.
અમેરિકી હથિયાર નિયંત્રણ બ્યુરોના સહાયક સચિવ ક્રિસ્ટોફર યૉએ ઈરાન પર પ્રહારો કરતા કહ્યું કે, ઈરાને પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ઈરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ને સહયોગ આપવામાં નિષ્ફળ રહ્યું છે. આવા મહત્વના પદ પર ઈરાનની નિમણૂક કરવી એ એક અપમાન સમાન છે.
અમેરિકાના દાવાઓને પાયાવિહોણા ગણાવતા IAEA માં ઈરાનના રાજદૂત રેઝા નજફીએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકાના આક્ષેપો રાજકીય રીતે પ્રેરિત છે. પરમાણુ હથિયારોનો ઉપયોગ કરનાર દુનિયાનો એકમાત્ર દેશ હોવાને નાતે, અમેરિકાએ બીજા દેશો પર ચુકાદો આપવો જોઈએ નહીં.
આ વિવાદ વચ્ચે ઈરાને અમેરિકા સામે એક શરત મૂકી છે કે જો તેના પરના આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવે, તો તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા તૈયાર છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ પણ હિંસક સંઘર્ષનો સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં. માત્ર શાંતિ વાર્તા અને વાતચીત દ્વારા જ આ જટિલ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026