રાહુલ ગાંધીના પ્રહારો વચ્ચે કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતાઓએ કર્યા સરકારની નીતિના વખાણ
April 06, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને LPG-કટોકટી પર કૉન્ગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓએ પક્ષની લાઇનથી વિપરીત નિવેદન આપ્યાં છે જેમાં કમલનાથ, આનંદ શર્મા અને શશી થરૂરનો સમાવેશ છે. બીજી તરફ કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ મુદ્દાઓ પર વડા પ્રધાનનું નામ લઈને સીધા તેમને નિશાન બનાવી રહ્યા છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘કટોકટીનો સામનો કરવામાં ભારતનો રાજદ્વારી અભિગમ સમજદારીભર્યો રહ્યો છે. આનાથી સંભવિત મુશ્કેલીઓ ટાળી છે. સરકારે અણધારી અને અસ્થિર પરિસ્થિતિમાં રાજકીય નેતાઓને નીતિગત નિર્ણયો વિશે માહિતી આપવા માટે સર્વપક્ષીય બેઠક પણ યોજી હતી. આ રાષ્ટ્રીય સંવાદ ચાલુ રહેવો જોઈએ. રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને એક પરિપક્વ પ્રતિભાવ એ સમયની જરૂરિયાત છે.’
આ પોસ્ટને BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ શૅર કરી હતી. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે કહ્યું હતું કે ક્યાંય ગૅસની અછત નથી, ફક્ત એક વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે અછત છે. કમલનાથે કેટલાક લોકો પર રાજકીય લાભ માટે જાણીજોઈને ગભરાટ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. શશી થરૂરે એક લેખમાં લખ્યું હતું કે ‘ભારતનો સંયમ શાણપણ દર્શાવે છે. આ બાબતમાં મૌન રહેવું એ કાયરતા નથી. એને બદલે આપણે સમજવું જોઈએ કે આપણાં રાષ્ટ્રીય હિતો આ પ્રદેશ સાથે સંકળાયેલાં છે.’
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026