કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતાની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસમાં ફાઈનલ ન્યૂક્લિયર ડીલ કરવા સંમતિ
June 22, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી ન્યૂક્લિયર મંત્રણાની શરૂઆત ભલે ખરાબ રહી હતી, પરંતુ મોડી રાત સુધી ચાલેલી લાંબી ચર્ચાઓના અંતે વિશ્વ માટે રાહતના સમાચાર આવ્યા છે. આ મંત્રણામાં મધ્યસ્થતા કરી રહેલા કતાર અને પાકિસ્તાને સત્તાવાર રીતે દાવો કર્યો હતો કે, અમેરિકા અને ઈરાન આગામી 60 દિવસની અંદર એક અંતિમ અને મોટા પરમાણુ કરાર સુધી પહોંચવા માટેના રોડમેપ પર સહમત થયા છે. આ સાથે જ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ટાળવા માટે અન્ય બે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.
રાતભર ચાલેલી આ બેઠક બાદ તણાવ ઘટાડવા માટે મુખ્ય 3 નિર્ણયો લેવામાં આવ્યા હતા. બંને દેશો આગામી બે મહિનામાં કાયમી કરાર કરવા માટે રાજી થયા છે. હાલ પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને હવે બંને દેશોની ટેકનિકલ ટીમો આખું અઠવાડિયું સ્વિટ્ઝર્લેન્ડમાં રહીને આગળની વિગતો નક્કી કરશે. આ ઉપરાંત હોર્મુઝની ખાડીમાં બંને દેશોની નૌસેનાઓ વચ્ચે કોઈ અકસ્માત કે સીધો સંઘર્ષ ન થાય તે માટે એક વિશેષ હોટલાઈન અથવા કમ્યુનિકેશન લાઈન સ્થાપિત કરવામાં આવશે. સાથે જ લેબનાનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી અને હિંસાને તાત્કાલિક રોકવા માટે અમેરિકા અને ઈરાન સંયુક્ત રીતે એક ડી-કોન્ફ્લિક્શન સેલની રચના પણ કરશે.
આ મંત્રણા અંગે ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાને કારણે ઇરાન પરથી ઓઈલ નિકાસનો પ્રતિબંધ હટી ગયો છે. આ ઉપરાંત અમેરિકાએ નેવી બ્લોકેડ દૂર કર્યું છે અને તેમની જપ્ત કરાયેલી અમુક મિલકતો પણ રિલીઝ થઇ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ બેઠક રવિવારે શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન લેબનાનમાં તેના પ્રોક્સી ગ્રૂપો દ્વારા મુશ્કેલીઓ ઊભી કરવાનું બંધ નહીં કરે, તો અમેરિકા ઈરાન પર સીધો લશ્કરી હુમલો કરી શકે છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026