ઈરાન-US શાંતિ ડીલ વચ્ચે ઈઝરાયલે લેબનાન પર ફરી કર્યો મોટો હુમલો, કહ્યું-'ટ્રમ્પ કરારના અમે બંધનકર્તા નથી'
June 15, 2026
ઈરાન-અમેરિકા ડીલને ફાઇનલ થયાને 24 કલાક પણ વીત્યા નથી ત્યાં ઇઝરાયલે લેબનાન પર ફરીથી હુમલો કરી દીધો છે. ઈરાનની ન્યૂઝ એજન્સી IRIBએ લેબનાનના પોતાના સૂત્રોના હવાલાથી દક્ષિણી લેબનાનમાં ઇઝરાયલી હવાઈ અને આર્ટિલરી હુમલાનો અહેવાલ આપ્યો છે. IRIBનો દાવો છે કે ઇઝરાયલે દક્ષિણી લેબનાનના જવતાર, મરકબા અને ખિયામ શહેર પર હુમલો કર્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે હવાઈ હુમલા અને આર્ટિલરી શેલિંગ બંને કર્યા છે.
આ દરમિયાન દક્ષિણી લેબનાનના અધિકારીઓએ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ત્રણ મહિનાથી ચાલી રહેલી લડાઈથી બેઘર થયેલા લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઉતાવળમાં ઘરે પરત ન ફરે. નોંધનીય છે કે ઈરાન અને અમેરિકાએ સોમવારે આ ડીલ પર પરસ્પર સહમતિ દર્શાવી છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે શાંતિ કરાર લાગુ થવાની સાથે જ લેબનાન સહિત તમામ મોરચાઓ પર ફાયરિંગ બંધ થઈ જશે. પરંતુ IRIBના દાવા અનુસાર લેબનાન પર ઇઝરાયલે ફરી હુમલો કર્યો છે.
જો કે ઇઝરાયલના આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી. યુદ્ધવિરામ જાળવી રાખવાના ડિપ્લોમેટિક પ્રયાસો છતાં ઇઝરાયલ-લેબનાન બોર્ડર પર આ હુમલા થયા છે. લોકલ અધિકારીઓ અને લેબનાની મીડિયા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ તરફ ઇઝરાયલનું પણ કહેવું છે કે તે દક્ષિણ લેબનાનમાંથી પોતાની સેના નહીં હટાવે અને ન તો કબજો કરેલી જમીનો ખાલી કરશે.
લેબનાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની સૌથી ઘાતક અસર જોવા મળી છે. ઇઝરાયલના જણાવ્યા અનુસાર, તેમાં હજારો લોકો માર્યા ગયા છે. ઇઝરાયલનો દાવો છે કે તેમાં મોટાભાગના આતંકીઓ હતા. આ તરફ ઈરાન સમર્થિત જૂથ વિરુદ્ધ ઇઝરાયલના હુમલાને કારણે લગભગ 12 લાખ લોકો બેઘર થઈ ગયા છે. આ જૂથે 2 માર્ચે તેહરાનના સમર્થનમાં ઇઝરાયલ પર ગોળીબાર કર્યો હતો.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026