યુદ્ધ વચ્ચે શ્રીલંકાએ અમેરિકાના ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી ન આપી, કહ્યું- અમે ઝૂકીશું નહીં
March 20, 2026
ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન ઈઝરાયલની સાથે સાથે અમેરિકાના મિત્ર રાષ્ટ્રો ગણાતા ગલ્ફ દેશો પર હુમલા કરી રહ્યું છે. સૈન્ય ઠેકાણાની સાથે સાથે ઓઈલ અને ગેસના પ્લાન્ટ પર પણ હુમલા થઈ રહ્યા છે. એવામાં ભારતના પડોશી દેશ શ્રીલંકાના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે.
શ્રીલંકાના પ્રમુખનો દાવો છે કે અમેરિકાએ બે વખત પોતાના ફાઈટર જેટ ત્યાં લેન્ડ કરવાની મંજૂરી માંગી હતી, જોકે તેમણે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. પ્રમુખ અનુરા કુમારા દિસનાયકેએ શુક્રવારે સંસદમાં આ વાતની જાહેરાત કરી. દિસનાયકેએ કહ્યું કે, જિબૂતીથી અમેરિકાના બે યુદ્ધ વિમાનોએ 4 અને 8 માર્ચના રોજ શ્રીલંકાના એરપોર્ટ પર લેન્ડ કરવાની મંજૂરી માંગી હતી, પરંતુ અમેરિકાના આ બંને અનુરોધનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. શ્રીલંકાના પ્રમુખે કહ્યું, અનેક દબાણો હોવા છતાં અમે અમારી તટસ્થતા જાળવી રાખવા માંગીએ છીએ. અમે ઝૂકીશું નહીં. મિડલ ઈસ્ટનું યુદ્ધ પડકારો ઉભા કરે છે, પરંતુ તટસ્થ રહેવા માટે અમે દરેક શક્ય પ્રયાસ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા જિબૂતીના એક બેઝ પરથી આઠ એન્ટી-શિપ મિસાઈલોથી સજ્જ બે ફાઈટર જેટ મટ્ટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવા માંગતુ હતું. અમે સાફ ઈનકાર કરી દીધો.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026