યુદ્ધગ્રસ્ત ઈરાનથી વધુ 290 ભારતીયોને લઇ બીજું વિમાન દિલ્હી પહોંચ્યું
June 21, 2025
ભારત સરકાર ઓપરેશન સિંધુ ચલાવીને યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢી રહી છે. શુક્રવારે (20 જૂન) રાત્રે ઈરાનના મશહદથી એક ફ્લાઇટમાં લગભગ 290 ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતાં. તેમાના મોટાભાગના વિદ્યાર્થીઓ છે.
ઈરાનની સરકારે ભારતીયોને તેમના દેશમાં લાવવા માટે મશહદથી 3 ફ્લાઇટ મોકલવાની જાહેરાત કરી હતી, જેમાંથી એક ફ્લાઇટ શુક્રવારે રાત્રે આવી હતી. આજે દિવસ દરમિયાન વધુ 2 ફ્લાઇટ્સ આવશે. આ 3 ફ્લાઇટ્સ દ્વારા લગભગ એક હજાર ભારતીયો ભારત પહોંચશે.
ભારતીય દૂતાવાસ પહેલા ભારતીયોને તેહરાનથી કોમ અને પછી ત્યાંથી મશહદ લાવ્યું. હવે તેમને ઈરાનના અધિકારીઓની મદદથી ભારત લાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે રાત્રે, જ્યારે પહેલી ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી, ત્યારે તેમાં આવેલા ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો. પછી તેમણે 'ભારત માતા કી જય' અને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. ઈરાનથી સુરક્ષિત પરત ફરવા બદલ તેઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો.
ઈરાનથી પરત ફરેલી નોઈડાની રહેવાસી તાઝકિયા ફાતિમાએ કહ્યું કે, 'ઈરાનમાં પરિસ્થિતિ સારી નથી. ઈઝરાયલી હુમલાથી ત્યાં ભારે વિનાશ થયો છે. ઈમારતો અને રસ્તાઓ તૂટી ગયા છે. ઘણા વિસ્તારોમાં સન્નાટો ફેલાઈ ગયો છે, લોકો પોતાના ઘર છોડીને નીકળી ગયા છે. અમે તો વિચાર્યું હતું કે અમે ક્યારેય ત્યાંથી બહાર નહીં નીકળી શકીએ પરંતુ અમે ભારત સરકારના આભારી છીએ કે તેમણે અમારા વિશે વિચાર્યું અને આજે અમે અમારા વતન, અમારા પરિવાર સાથે છીએ.'
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026