જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ

May 06, 2025

અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જાતિગત વસતી ગણતરી સંદર્ભે ત્રણ માગ રજૂ કરી છે. જેમાં ટોચની માગ અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાની છે. ખડગેએ તેલંગાણામાં થયેલા જાતિગત સર્વે મુજબ વસતી ગણતરી કરવા પણ ભલામણ કરી છે. મલ્લિકાર્જૂન ખડગેએ પત્રમાં PMને અપીલ કરી હતી કે, જાતિગત વસતી ગણતરીના વિષય પર તમામ રાજકીય પક્ષો સાથે ઝડપથી વાતચીત કરવામાં આવે અને આ મામલે તેલંગાણા મોડલનો ઉપયોગ કરવામાં આવે.

રાજ્યો તરફથી આપવામાં આવેલી અનામતને તમિલનાડુની જેમ બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરવી જોઈએ, અનામત પરની 50 ટકા મર્યાદા નાબૂદ કરવી જોઈએ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત વ્યવસ્થા લાગુ કરવી જોઈએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો 5 મેના રોજ જારી ખડગેનો આ પત્ર પોતાના X હેન્ડલ પર શેર કર્યો હતો.