કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ: મૃત્યુઆંક વધીને 66 થયો, રનવેથી માત્ર 1.5 કિમી દૂર કાળમુખો અકસ્માત
March 24, 2026
Colombia Air Force Crash: કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં અનેક સૈનિકોના મોત થયા છે. 110 સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-130 વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં શહીદ થનાર સૈનિકોની સંખ્યા વધીને 66 થઈ ગઈ છે.
આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટો લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર 3 કિલોમીટર દૂર હતું. કાટમાળમાંથી અત્યાર સુધીમાં અંદાજે 57 સૈનિકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે.
C-130 હર્ક્યુલસ વિમાન 1950ના દાયકાથી વિશ્વભરમાં સૈન્ય પરિવહનનો મહત્વનો હિસ્સો રહ્યું છે. કોલંબિયા 1960ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ જૂના થતા સૈન્ય સાધનો અને વિમાનોની સુરક્ષા હવે ચિંતાનો વિષય બની છે.
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આને ગંભીર અકસ્માત ગણાવતા કહ્યું કે, જવાનોની સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો સૈન્ય કે નાગરિક અધિકારીઓ સંસાધનોના આધુનિકીકરણના પડકારને પહોંચી વળવામાં નિષ્ફળ જશે તો તેમને પદ પરથી હટાવવામાં આવશે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026