નેપાળમાં 'બાલેન યુગ': ભારત સાથે ખાસ કનેક્શન ધરાવતા બાલેન 47મા વડાપ્રધાન બન્યા
March 27, 2026
કાઠમાંડુ ઃ નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના યુવા નેતા અને કાઠમાંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન શાહને નેપાળના 47માં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ 76(1) હેઠળ તેમની નિમણૂક કરી છે.
બાલેન શાહના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલી પાછળ ભારતનો મોટો પ્રભાવ છે. તેમણે પોતાનું ઉચ્ચ શિક્ષણ ભારતમાં પૂર્ણ કર્યું છે. કાઠમાંડુમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ, બાલેન શાહ ભારત આવ્યા હતા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતની પ્રતિષ્ઠિત વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી (કર્ણાટક) માંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતમાં મેળવેલી આ એન્જિનિયરિંગની ડિગ્રી અને ટેકનિકલ સમજને કારણે જ તેમણે કાઠમાંડુના મેયર તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. જેણે તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવામાં મદદ કરી છે.
શુક્રવારે બપોરે 12:34 કલાકે બાલેન શાહે હિન્દુ રીતિ-રિવાજ મુજબ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે સાત શંખનાદકોએ શંખ ફૂંકીને માંગલિક શરૂઆત કરી હતી. જેને નેપાળી પરંપરામાં સફળતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.
તાજેતરની ચૂંટણીમાં બાલેન શાહની પાર્ટીએ બે-તૃત્યાંશ બહુમતી સાથે જીત મેળવી છે. બાલેન શાહે પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને તેમના જ ગઢ ગણાતા ઝાપા-5માં 49,614 મતોના વિશાળ અંતરથી હરાવ્યા છે. 1991 પછી નેપાળની ચૂંટણીમાં કોઈ ઉમેદવારને મળેલા આ સૌથી વધુ વોટ છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026