કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
March 07, 2026
બેંગ્લુરુ : દેશમાં બાળકોનો સ્ક્રીનટાઈમ સતત વધતો જાય છે અને તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બાળકોનો મોબાઈલનો ઉપયોગ ઘટાડવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કર્ણાટકમાં ૧૬ વર્ષથી નીચેના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રતિબંધિત થશે. આંધ્રપ્રદેશમાં ૧૩ વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયો છે. બંને રાજ્યોમાં ટૂંક સમયમાં નવો નિયમ લાગુ પડશે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ રાજ્યમાં ૧૭મી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. એ સાથે જ તેમણે બાળકોને ટેકનોલોજીના શિક્ષણ માટેની યોજના પણ જાહેર કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં એઆઈ બેઝ્ડ લર્નિંગ સિસ્ટમ હેઠળ ૮મા ધોરણથી ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને આવરી લેવાશે. આઈઆઈટી ધારવાડ સાથે મળીને સરકારે એક પર્સનાઈઝ્ડ ડિજિટલ ટયૂટરિંગ સિસ્ટમ વિકસાવી છે. તેના ભાગરૂપે રાજ્યના ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવશે.
ખાસ તો એઆઈ ટેકનોલોજીથી ચાલતી લર્નિંગ મેથડનો ઉપયોગ વ્યાપક રીતે થશે. આ માટે શરૂઆતમાં પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બેંગ્લુરુમાં વિશ્વશ્વરૈયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજને આઈઆઈટીની તર્જ પર ડેવલપ કરવા માટે તેમણે ૫૦૦ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી. એમાંથી પહેલા વર્ષે જ ૧૦૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવી દેવાશે. પૉલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટે બે હજારના ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
બીજી તરફ બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો હોવાથી તે અંગે ચિંતા વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બાળકોની ડિજિટલ સુરક્ષા માટે રેગ્યુલેટરીના ઉપાયો કરવા જરૂરી છે. ૧૬ વર્ષથી નીચેના બાળકોના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવાની સાથે સાથે તેમણે કહ્યું હતું કે આ વયજૂથના બાળકોના નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ રાજ્યમાં ઓપન થશે નહીં.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026