સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
October 04, 2026
ચંદીગઢથી સૂબેદારનો પાર્થિવ દેહ લઈને જઈ રહી હતી એમ્બ્યુલન્સ
ચંદીગઢ- ચંદીગઢમાં તૈનાત સેનાના એક જવાનના નિધન બાદ તેમના પાર્થિવ શરીરને દેવરિયા લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસેથી પસાર થતા પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માતનો શિકાર બની હતી. પૂર્વાંચલ એક્સપ્રેસવેના માઈલ સ્ટોન 79 પાસે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને કબજામાં લઈને અયોધ્યાના કુમારગંજ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
મળેલી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ સેનાની હતી, જેમાં ચંદીગઢમાં તૈનાત આર્મીના સૂબેદાર સત્યવાન ફૌજીનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. તેમના પરિવારજનો આ પાર્થિવ દેહને લઈને ઉત્તર પ્રદેશના દેવરિયા સ્થિત તેમના વતન જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સ ચાલક જસપાલ, રાજન સિંહ, ગૌરવ સિંહ અને રામ સમજ નામના ચાર વ્યક્તિઓના મોત થયા છે. સુલતાનપુરપુર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે સૂબેદાર સત્યવાન ફૌજી દેવરિયાના રુદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા.
સુલતાનપુરના એસપી વિનીત જયસ્વાલના જણાવ્યા અનુસાર, સૂબેદાર સત્યવાન ફૌજીનું ચંદીગઢમાં અવસાન થયું હતું, ત્યારબાદ તેમનો પુત્ર અને પરિવારના અન્ય સભ્યો પાર્થિવ શરીર લઈને દેવરિયા પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સુલતાનપુર જિલ્લામાં આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ફૌજી સત્યવાનના પુત્ર, ભાઈ અને ભત્રીજા સહિત ચારેય લોકોના મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Related Articles
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે પોલીસની બસો રોકી
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શ...
Oct 04, 2026
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન ક...
Oct 04, 2026
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનં...
Oct 03, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026