નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટકો, 26 દિવસમાં જ ગૃહ મંત્રીનું રાજીનામું
April 22, 2026
નેપાળના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નેપાળના ગૃહ મંત્રી સુધન ગુરુંગે ભારે વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે તેઓ માત્ર 26 દિવસ પહેલા જ મંત્રી પદ પર નિયુક્ત થયા હતા. ટૂંકા ગાળામાં જ તેમને ગંભીર આરોપોને કારણે સત્તા છોડવાની ફરજ પડી છે, જેને વડાપ્રધાન બાલેન શાહની સરકાર માટે મોટો આંચકો માનવામાં આવે છે.
સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે વ્યાપારી ભાગીદારી હોવાના અને માઈક્રો ઈન્સ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણ કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે મંત્રી બન્યા પહેલા અને તે દરમિયાન તેમના નાણાકીય વ્યવહારો શંકાસ્પદ હતા. આ વિગતો જાહેર થતા જ વિપક્ષ અને નાગરિક સંગઠનોએ તેમના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા.
ગૃહ મંત્રી પદ સંભાળ્યા બાદ સુધન ગુરુંગે ભ્રષ્ટાચાર સામે આક્રમક વલણ અપનાવવાની અને સિસ્ટમ સાફ કરવાની મોટી વાતો કરી હતી. જોકે, જ્યારે તેમના પોતાના જ અંગત રોકાણો અને વેપારી સંબંધો પર સવાલો ઉઠ્યા, ત્યારે તેઓ ચારેબાજુથી ઘેરાઈ ગયા હતા. પોતાની છબી ખરડાતા અને સરકાર પર દબાણ વધતા આખરે તેમણે પદ પરથી હટી જવાનો નિર્ણય લીધો હતો.
નેપાળમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. નવી સરકારમાં સામેલ મહત્ત્વના મંત્રીનું આ રીતે ટૂંકા ગાળામાં રાજીનામું પડવું એ શાસક પક્ષ માટે ચિંતાનો વિષય છે. હાલમાં આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નેપાળના મંત્રીમંડળમાં મોટા ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે.
Related Articles
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક...
Jun 29, 2026
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારે કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્...
Jun 29, 2026
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું!
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મો...
Jun 28, 2026
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં, શાળાઓ બંધ; હાઈવે તૂટ્યા
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલ...
Jun 27, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026