ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં 'બ્લેક થર્સ ડે', સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ
March 12, 2026
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઓઇલ-ગેસ સંકટે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાં ઈરાન દ્વારા ગુજરાત તરફ આવતા એક જહાજ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેના બાદથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો બોલાયો હતો. એક જ દિવસમાં ક્રૂડ ઓઈલમાં 9% નો ઉછાળો આવી ગયો હતો.
ઓઇલ સંકટ અને LPG કટોકટીની સીધી અસર
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક 9% નો ઉછાળો આવતા વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. ભારતમાં પણ LPG સંકટ (LPG Crisis) ઘેરાતા તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી હતી. ગુરુવારે કારોબાર શરૂ થતા જ BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,863 થી ગગડીને 76,369 પર ઓપન થયો હતો અને ગણતરીની મિનિટોમાં 978 પોઈન્ટના ઘટાડા સાથે 75,871 પર આવી ગયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટીમાં પણ હાહાકાર જોવા મળ્યો હતો. નિફ્ટી તેના અગાઉના બંધ 23,866 ના મુકાબલે ઘટીને 23,674 પર ઓપન થયો હતો અને જોતજોતામાં 23,556 ના લેવલ પર પહોંચી ગયો હતો. માર્કેટ ખુલતાની સાથે જ 1,597 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે માત્ર 643 શેરમાં જ સામાન્ય તેજી જોવા મળી હતી.
આ દિગ્ગજ શેરોમાં ગાબડાં
યુદ્ધ અને ઓઇલના ભાવ વધારાને કારણે એવિએશન અને ઓટો સેક્ટરના શેરો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. લાર્જકેપ કેટેગરીમાં સૌથી વધુ તૂટેલા શેરોની યાદી નીચે મુજબ છે:
| કંપનીનું નામ | ઘટાડો (%) |
| Eternal (Zomato) | 4.30% |
| M&M | 3.20% |
| Maruti | 2.25% |
| Trent | 2.10% |
| IndiGo | 2.00% |
| ICICI Bank |
1.90% |
મિડકેપ શેરોમાં Bharat Forge (4%), APL Apollo (2.90%) અને Ashok Leyland (2.60%) માં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક બજારોમાંથી મળ્યા ખરાબ સંકેત
ભારતીય બજારમાં આ કડાકા પાછળ વૈશ્વિક સંકેતો જવાબદાર હતા. ગત રાત્રે અમેરિકી બજારોમાં થયેલા ઘટાડા બાદ આજે એશિયન માર્કેટ પણ ક્રેશ જોવા મળ્યા હતા. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ 180 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જેની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026