તેહરાનમાં પ્રદર્શનકારીઓની રેલીમાં બ્લાસ્ટ, ઈરાકમાં અમેરિકાનું વિમાન ક્રેશ થતાં 4 સૈનિકોના મોત
March 13, 2026
ઈરાનની રાજધાની તેહરાનમાં પ્રદર્શનકારીઓની રેલીમાં બ્લાસ્ટ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના 14માં દિવસે ઈરાનની રાજધાની તેહરાનની આઝાદી સ્ક્વેર સહિત અનેક જગ્યાઓ પર ભયંકર બ્લાસ્ટ થયા. ઈરાનના સ્ટેટ ટીવીના અનુસાર, રમઝાનના છેલ્લા ઝુમ્માને ઈરાનની રાજધાનીમાં અમેરિકા અને ઈઝરાયલ વિરૂદ્ધ પ્રદર્શન થઈ રહ્યા હતા, જેમાં અલ્લાહ હૂ અકબરના નારા લગાવાઈ રહ્યા હતા. આઝાદી સ્ક્વેર પર જ્યાં આ રેલી નજીક બ્લાસ્ટ થયો, ત્યાં અનેક લોકો હાજર હતા.
અમેરિકન વાયુસેનાને મોટો ફટકો: ઈરાકમાં KC-135 વિમાન દુર્ઘટનામાં 4 જવાનોના મોતની પુષ્ટિ
ઈરાક વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન વચ્ચે અમેરિકાના એક મોટા સૈન્ય રિફ્યુલિંગ વિમાન KC-135 ના દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ ઈરાકમાં 12 માર્ચના રોજ બપોરે ઘટેલી આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર કુલ 6 ક્રૂ મેમ્બર્સમાંથી 4 જવાનોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અન્ય સભ્યોને બચાવવા માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે. જોકે, પ્રાથમિક તપાસમાં આ વિમાન દુશ્મન દેશના હુમલા કે 'ફ્રેન્ડલી ફાયર'ને કારણે નહીં, પરંતુ અન્ય કારણોસર ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં મૃતક સૈનિકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.
તૂર્કિયેના અદાના શહેર પાસે આવેલા અને નાટો (NATO) ના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ઈન્સિરલિક એરબેઝ (Incirlik Airbase) પર શુક્રવારે વહેલી સવારે જોરદાર સાયરન વાગતા અફરાતફરી મચી ગઈ હતી. તૂર્કિયેની સત્તાવાર ન્યૂઝ એજન્સી અનાદોલુના જણાવ્યા અનુસાર, અમેરિકન સૈનિકો અને પરમાણુ શસ્ત્રો ધરાવતા આ બેઝ પર સવારે 3:25 વાગ્યાની આસપાસ સતત પાંચ મિનિટ સુધી સાયરન વાગી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે માત્ર ચાર દિવસ પહેલા જ નાટોની એર ડિફેન્સ સિસ્ટમે તૂર્કિયેના આકાશમાં ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલને તોડી પાડી હતી.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026