બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ ગયું, દિગ્ગજ અભિનેતા 'મુન્નાભાઈ' નો કટાક્ષ
July 15, 2025

બોલિવૂડના અભિનેતા સંજય દત્ત હાલના દિવસોમાં સાઉથની ફિલ્મોમાં જલવો બતાવી રહ્યા છે. તે હાલમાં તેની અપકમિંગ કન્નડ ફિલ્મ ‘કેડી ધ ડેવિલ’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે શિલ્પા શેટ્ટી પણ જોવા મળશે. સંજયે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન બોલિવૂડ પર કટાક્ષ કર્યો હતો. તેમનું માનવું છે કે બોલિવૂડ પૈસાની જાળમાં ફસાઈ ગયું છે. સંજયે બોલિવૂડની સરખામણી સાઉથની ફિલ્મ સાથે પણ કરી હતી. સંજય દત્તે બોલિવૂડની વર્તમાન સ્થિતિ પર પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે' બોલિવૂડ હવે પૈસા અને નંબરની દોડમાં ફસાઈ ગયું છે,એક સમયે હિન્દી ફિલ્મ ઉદ્યોગ વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ માનવામાં આવતો હતો. પણ કોવિડે દસ્તક દીધા પછી બોલિવૂડ સાવ જ પાછળ જઇ રહ્યુ છે, હજી બોલિવૂડ કોવિડમાંથી બહાર નીકળી શક્યો નથી.જ્યારે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં હજુ પણ સિનેમા માટે જુસ્સો અને ઉત્સાહ છે. અહીં ફિલ્મ નિર્માતઓએ દરેક ફિલ્મને પૂરા દિલથી બનાવે છે, જ્યારે બોલિવૂડ હવે સ્ક્રિપ્ટ અને વાર્તા કરતાં 'રિકવરી ફિગર્સ' અને 'બૉક્સ ઑફિસ' વિશે વધુ ચિંતિત છે. સિનેમા ફક્ત નંબરનો ખેલ નથી તેના માટે જુસ્સો અને ઉત્સાહ જરૂરી છે. ' સંજય દત્ત હાલમાં દક્ષિણ ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે કહ્યું ' સાઉથની ફિલ્મો કરવાનો આનંદ જ અલગ છે. KGF જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, હવે હું કેડીમાં પણ કામ કરી રહ્યો છું. દક્ષિણની ફિલ્મોમાં મને જુસ્સો, ઉર્જા અને વીરતા દેખાય છે તે હવે બોલિવૂડમાં ઓછું જોવા મળે છે.;
Related Articles
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હાર્ટ ઍટેક, હોસ્પિટલમાં દાખલ
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હા...
Jul 16, 2025
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે હું મંત્રી બનીશ', ભાજપ સાંસદ કંગના રણૌતનું મોટું નિવેદન
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે...
Jul 16, 2025
રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણસાલી વચ્ચે થયો વિવાદ? મિત્રતા તૂટી હોવાની અટકળો
રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણ...
Jul 15, 2025
'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું પાલન કરું છું જેમાં મેલી વિદ્યા...', સ્ટાર અભિનેત્રીનો ઘટસ્ફોટ
'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું...
Jul 14, 2025
'DON 3'માં જોવા મળશે શાહરૂખ ખાન? રણવીર સિંહને ટક્કર આપશે અસલી 'ડોન', પણ અહીં એક ટ્વિસ્ટ છે
'DON 3'માં જોવા મળશે શાહરૂખ ખાન? રણવીર સ...
Jul 08, 2025
Trending NEWS

મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે : ટ્રમ્પન...
16 July, 2025

ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યાં, કહ્યુ...
16 July, 2025

પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ રચ...
16 July, 2025

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ...
16 July, 2025

પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ...
16 July, 2025

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહ...
16 July, 2025

AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, વિસાવ...
16 July, 2025

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળક...
16 July, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સ...
16 July, 2025

યુલિયા સ્વિરિડેન્કો બન્યા યુક્રેનના નવા વડાપ્રધાન
16 July, 2025