'DON 3'માં જોવા મળશે શાહરૂખ ખાન? રણવીર સિંહને ટક્કર આપશે અસલી 'ડોન', પણ અહીં એક ટ્વિસ્ટ છે

July 08, 2025

બોલિવૂડના અભિનેતા રણવીર સિંહને લઈને હાલ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે, હાલમાં તેની ફિલ્મ 'ધુરંધર'નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. લાંબા વાળ અને એક્શન મોડમાં તેને જોઈને તેના ચાહકો ખુશ થઈ ગયા છે. પણ આ તો રણવીરની શરૂઆત છે. આ ફિલ્મ પછી તેની પાસે મોટી ફિલ્મો પણ છે, જેમાં 'ડોન 3' અને 'શક્તિમાન'ના નામ સામેલ છે. ટૂંક સમયમાં ફરહાન અખ્તરની 'ડોન 3'ની શૂટિંગ શરૂ થશે. હવે આ વચ્ચે એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કે ડોન 3માં શાહરૂખ ખાન પણ જોવા મળશે.

જણાવી દઇએ કે, ફિલ્મની શૂટિંગ જાન્યુઆરી 2026થી શરૂ થશે. હવે તે વચ્ચે એક રિપોર્ટ પ્રમાણે ફરહાન અખ્તરની આ ફિલ્મ માટે શાહરુખ ખાન પાસે પહોંચ્યો હતો. પણ અહીં રણવીરનું પત્તુ નથી કપાયુ, હકીકત શાહરૂખને જે રોલ ઓફર કરવામાં આવ્યો છે તેનો સ્ક્રીન ટાઈમ ઓછો હશે એટલે કે તેનો કીમિયો ફિલ્મમાં જોવા મળી શકે છે. જેમાં તે સ્ટોરીલાઇનમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. જણાવી દઇએ કે, શાહરૂખ તેની આવનારી ફિલ્મ 'કિંગ'ને લઇ ઘણો વ્યસ્ત છે. જે વર્ષ 2026માં રિલીઝ થશે. જાણવા મળી રહ્યું છે કે શાહરૂખે પણ 'ડોન 3' માટે હા પાડી છે. જો કે મેકર્સ દ્વારા કોઈ આ વિશે કોઈ સત્તાવાર જાહેર નથી કરવામાં આવી. જો આ સમાચાર કન્ફર્મ થાય તો પહેલીવાર શાહરુખ અને રણવીર એક સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે.