રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણસાલી વચ્ચે થયો વિવાદ? મિત્રતા તૂટી હોવાની અટકળો
July 15, 2025

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ સાથે મળીને કેટલાક સુપર ડુપર હિટ પ્રોજેક્ટ આપ્યા છે. તેમાં રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાનીનો સમાવેશ થાય છે. પરંતુ આ બંનેના સંબંધોને લઈને હાલમાં ચોંકાવનારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભણસાલી અને રણવીર સિંહ વચ્ચે હવે પહેલા જેવા સંબંધો રહ્યા નથી. વરિષ્ઠ પત્રકારના રિપોર્ટ પ્રમાણે રણવીર ડાયરેક્ટર સાથે એટલા માટે નારાજ થયા છે, કારણ કે તેમણે ફિલ્મ લવ એન્ડ વોરમાં અભિનેતાને મુખ્ય ભૂમિકા ઓફર કરી ન હતી. આ ફિલ્મ પ્રેમ ટ્રાયએંગલ પર આધારિત છે. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ પ્રમાણે રણવીરને સેકન્ડ લીડ ભૂમિકા માટે ઓફર કરવામાં આવી હતી. સેકન્ડ લીડ કરવા માટે રણવીરે સંમતિ આપી ન હતી અને ઓફર નકારી કાઢી હતી. એટલે એ પછી આ રોલ વિક્કીને મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ અણબનાવને કારણે, રણવીરે ભણસાલીને તેના જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ નહોતું આપ્યું. અભિનેતાનો જન્મદિવસ 6 જુલાઈએ હતો. રણવીરે પોતાનો 40મો જન્મ દિવસ નજીકના લોકોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. પરંતુ ભણસાલી પાર્ટીમાં હાજર રહ્યા ન હતા. આ ઉપરાંત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભણસાલી અને રણવીર હવે નજીકના મિત્રો નથી રહ્યા. જોકે, આ રિપોર્ટમાં કેટલી સત્યતા છે તે બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે પુષ્ટિ આપી નથી.રણવીર ડાયરેક્ટરના 3 પ્રોજેક્ટ્સનો ભાગ બન્યા પછી રણવીર હવે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'બૈજુ બાવરા'માં જોવા મળશે. ભણસાલીનું ધ્યાન હાલમાં ફિલ્મ લવ એન્ડ વોર પર છે. રણવીર પણ હાલમાં ફિલ્મ ધુરંધરની તૈયારીમાં પણ વ્યસ્ત છે. ફિલ્મની પહેલી ઝલકે ચાહકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ આદિત્ય ધર દ્વારા બનાવવામાં આવી છે.
Related Articles
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હાર્ટ ઍટેક, હોસ્પિટલમાં દાખલ
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હા...
Jul 16, 2025
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે હું મંત્રી બનીશ', ભાજપ સાંસદ કંગના રણૌતનું મોટું નિવેદન
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે...
Jul 16, 2025
બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ ગયું, દિગ્ગજ અભિનેતા 'મુન્નાભાઈ' નો કટાક્ષ
બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ...
Jul 15, 2025
'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું પાલન કરું છું જેમાં મેલી વિદ્યા...', સ્ટાર અભિનેત્રીનો ઘટસ્ફોટ
'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું...
Jul 14, 2025
'DON 3'માં જોવા મળશે શાહરૂખ ખાન? રણવીર સિંહને ટક્કર આપશે અસલી 'ડોન', પણ અહીં એક ટ્વિસ્ટ છે
'DON 3'માં જોવા મળશે શાહરૂખ ખાન? રણવીર સ...
Jul 08, 2025
Trending NEWS

મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે : ટ્રમ્પન...
16 July, 2025

ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યાં, કહ્યુ...
16 July, 2025

પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ રચ...
16 July, 2025

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ...
16 July, 2025

પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ...
16 July, 2025

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહ...
16 July, 2025

AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, વિસાવ...
16 July, 2025

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળક...
16 July, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સ...
16 July, 2025

યુલિયા સ્વિરિડેન્કો બન્યા યુક્રેનના નવા વડાપ્રધાન
16 July, 2025