ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર', વધુ એક યુદ્ધના સંકેત
March 27, 2026
સસ્તા ડ્રોન વિરુદ્ધ મોંઘી મિસાઇલ: તાઇવાન માટે આર્થિક પડકાર
બેઇજિંગ- ચીન હવે તાઇવાન પર કબજો મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહનીતિને એક નવા અને અત્યંત ખતરનાક સ્તર પર લઈ જતું જોવા મળી રહ્યું છે. 'મિશેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ સ્ટડીઝ'ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીને તાઇવાન સ્ટ્રેટની નજીક આવેલા તેના 6 મહત્ત્વના એરબેઝ પર જૂના થઈ ગયેલા સુપરસોનિક ફાઇટર જેટ્સને આધુનિક 'એટેક ડ્રોન'માં ફેરવીને તહેનાત કરી દીધા છે. સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે 200થી વધુ આવા ડ્રોન જોવા મળ્યા છે, જે વાસ્તવમાં 1960ના દાયકાના J-6 ફાઇટર જેટ્સ છે. આ વિમાનોને હવે 'સુસાઇડ એટેક ડ્રોન' અથવા ક્રૂઝ મિસાઇલ તરીકે વાપરી શકાય તે રીતે મોડિફાય કરવામાં આવ્યા છે.
ચીનની આ રણનીતિ પાછળ એક મોટું ગણિત છે. નિષ્ણાતોના મતે, યુદ્ધના પ્રથમ તબક્કામાં ચીન એકસાથે સેંકડો ડ્રોન છોડશે, જેને 'સ્વાર્મ એટેક'(ઝુંડમાં હુમલો) કહેવામાં આવે છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય તાઇવાનની એર ડિફેન્સ સિસ્ટમને નબળી પાડવાનો છે. તાઇવાન માટે આ એક મોટી મુસીબત સાબિત થઈ શકે છે, કારણ કે ચીનના આ સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે તાઇવાને પોતાની અત્યંત મોંઘી મિસાઇલોનો ઉપયોગ કરવો પડશે. એકવાર તાઇવાનનો દારૂગોળો અને ડિફેન્સ સિસ્ટમ આ ડ્રોનને રોકવામાં વ્યસ્ત થઈ જાય, ત્યારબાદ ચીન પોતાની અત્યાધુનિક મિસાઇલો અને ફાઇટર જેટ્સથી મુખ્ય હુમલો કરી શકે છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026