ભારતીય એન્જિનિયરે ચોરેલા સિક્રેટ્સની મદદથી ચીન બનાવી રહ્યું છે ઘાતક બોમ્બવર્ષક વિમાન?
June 25, 2025
ભારતમાં જન્મેલા એન્જિનિયર નોશિર શેરિયારજી ગોવાદિયા, જેણે અમેરિકાના બી-2 સ્પિરિટ બૉમ્બર્સના સ્ટેલ્થ પ્રોપલ્શન સિસ્ટમના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ અમેરિકાની ગુપ્ત સૈન્ય જાણકારી ચીનને લીક કરવાના મામલે 32 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. અમેરિકાએ બી-2 સ્પિરિટ બૉમ્બર્સનો ઉપયોગ ઈરાન સામે 'ઓપરેશન મિડનાઇટ હેમર'માં કરવામાં આવ્યો હતો. મુંબઈમાં જન્મેલા ગોવાદિયા 1960માં ભારતથી અમેરિકા ગયો હતો. તેના પર આરોપ છે કે, ચીન સરકાર સિવાય ગોવાદિયાએ જર્મની, ઈઝરાયલ અને સ્વિટ્ઝરલેન્ડના લોકોએ પણ ગોપનીય સુરક્ષા ડિઝાઇન સાથે જોડાયેલી જાણકારી વેચી હતી. મળતી માહિતી મુજબ, ચીનના લૉન્ગ-રેન્જ સ્ટેલ્થ બૉમ્બર H-20ના વિકાસનું પણ સીધું કનેક્શન ગોવાદિયા તરફથી આપવામાં આવેલી માહિતી સાથે જોડવામાં આવ્યું છે. જોકે, ચીની અધિકારીઓએ H-20 બૉમ્બરની સત્તાવાર જાહેરાત 2016માં કરી હતી. પરંતુ, નિષ્ણાંતોનું માનવું છે કે, તેને વર્ષ 2000ની શરૂઆતમાં જ બનાવી લીધું હતું. વળી, એ સમય ગોવાદિયા ખાનગી સલાહકાર તરીકે એક્ટિવ હતો. ગોવાદિયા નોર્થ્રોપ ગ્રુમ્મન કોર્પોરેશનમાં ડિઝાઇન એન્જિનિયર હતો અને તેણે B-2 સ્પિરિટ બોમ્બર્સના રડાર, ઇન્ફ્રારેડ અને વિઝ્યુઅલ સિગ્નેચરને ઘટાડતી ટેક્નોલોજી વિકસાવવામાં ફાળો આપ્યો હતો. જેમાં ખાસ એક્ઝોસ્ટ ડિઝાઇન અને રડાર વેવ શોષક સામગ્રીનો સમાવેશ થતો હતો. તેની ટેક્નોલોજીના કારણે રડાર પર B-2 બોમ્બરને શોધવાનું અત્યંત મુશ્કેલ બન્યું. તેની રડાર દ્રશ્યતા ઉડતી ફ્રીસબી (ફેંકતી ડિસ્ક) જેવી થઈ ગઈ. તેણે અન્ય ઘણા પ્રોપલ્શન પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું. મળતી માહિતી મુજબ, ગોવાદિયા પર આરોપ હતો કે, તેણે 2003થી 2005 વચ્ચે ચીનની મુલાકાત લીધી અને ત્યાં મિસાઇલ ડિઝાઇન પર કામ કર્યું. ગોવાદિયાએ તેના બદલે આશરે 1.10 લાખ ડૉલર (અંદાજિત 91 લાખ રૂપિયા) મેળવ્યા હતા, જેનાથી તેણે માઉઈ દ્વીપ પર પોતાના આલીશાન ઘરની લોન ચૂકવી. તેની ધરપકડ 2005માં થઈ અને અનેક વર્ષ સુધી કેસ ચાલ્યો. અમેરિકન એરફોર્સની વેબસાઇટ અનુસાર, 2010માં ગોવાદિયા કુલ 17માંથી 14 સંઘીય આરોપોમાં ગુનેગાર સાબિત થયો, જેમાં જાસૂસી, આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટનું ઉલ્લંઘન અને અન્ય ગંભીર ગુના સામેલ હતા. આરોપ છે કે, ગોવાદિયાની આ હરકતથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે અને ચીનને આવી સ્ટેલ્થ ટેક્નિક મળી ગઈ છે, જેનાથી તે અમેરિકન સૈન્ય ક્ષમતાને પડકાર ફેંકી શકે છે. વળી, બચાવ પક્ષનું કહેવું છે કે, ગોવાદિયાએ ફક્ત સાર્વજનિક રૂપે હાજર માહિતી જ શેર કરી છે અને અમેરિકન સરકારે ઘણી બિનજરૂરી રૂપે અનેક દસ્તાવેજોને ગોપનીય જાહેર કરી દીધા હતા. તેમેણે ગોવાદિયાને ગદ્દાર નહીં પરંતુ એક એવો એન્જિનિયર કહ્યો જે એરસ્પેસ ટેક્નિકને આગળ વધારવા ઈચ્છે છે, ન કે અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડવા.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026