રાજ્યમાં હાડ થીજવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા, કચ્છમાં કોલ્ડ વેવની આગાહી

December 16, 2024

ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌથી વધુ અસર નલિયામાં જોવા મળી રહી છે. આ સાથે જ ડીસામાં પણ 10 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 12 ડિગ્રી, ડીસામાં 9.9, અમરેલીમાં 9.6, રાજકોટમાં 11, ભુજમાં 11.6, અમદાવાદમાં 14, સુરતમાં 15.2, કંડલા પોર્ટમાં 14, ભાવનગરમાં 12.2, દ્વારકામાં 16.4, વેરાવળમાં 18.5 અને ઓખામાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.