ભારતમાં રાંધણગેસ સિલિન્ડરનો પુરવઠો 16 દિવસનો : અછત સર્જાવાની શક્યતા
June 24, 2025
નવી દિલ્હી : ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર ત્રણ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર પશ્ચિમ એશિયાથી આવે છે. હવે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાય છે તો આ પુરવઠામાં અવરોધ સર્જાઈ શકે છે. તેના લીધે સૌથી વધુ ઝાટકો રાજકીય રીતે સંવેદનશીલ કહી શકાય તેવા ગેસ સિલિન્ડર ધારકોના ઘરોને જ લાગશે. દેશમાં ૩૩ કરોડ ગેસ સિલિન્ડર જોડાણ છે. આ ૩૩ કરોડ એલપીજી જોડાણની સામે પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) જોડાણની સંખ્યા ૧.૫ કરોડ છે. આ સંખ્યા વધી રહી છે, પણ તેને એલપીજી જોડાણના સ્તરે પહોંચવામાં ખાસ્સો સમય લાગી શકે તેમ છે. કમસેકમ બે દાયકા તેને લાગે તેમ માનવામાં આવે છે. પેટ્રોલિયમ પ્રધાન હરદીપપુરીએ ખાતરી આપી છે કે વિશ્વના ત્રીજા નંબરના તેલ આયાતકાર દેશ અને ચોથા સૌથી મોટા ગેસ ખરીદદાર ભારત આગામી કેટલાય અઠવાડિયાઓ સુધી તેની ઉર્જા જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે. ભારતીય નિષ્ણાતો માને છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ લંબાય તો સૌથી અસુરક્ષિત પુરવઠો હોય તો તે એલપીજીનો છે. છેલ્લા દાયકામાં સરકારના પ્રયત્નોના લીધે એલપીજીનો ઉપયોગ બમણો થઈ ૩૩ કરોડ ઘરો સુધી પહોંચી ગયો છે. તેનાથી દેશની આયાત પરની નિર્ભરતા વધી છે. દેશની કુલ એલપીજીમાં ૬૬ ટકા હિસ્સો વિદેશથી આવે છે. તેમા ૯૫ ટકા હિસ્સો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતર જેવા પશ્ચિમી એશિયન દેશોમાંથી આવે છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના આંકડા મુજબ ભારત પાસે આયાત ટર્મિનલ, રિફાઇનરીઓ અને બોટલિંગ પ્લાન્ટમાં જેટલી એલપીજી જમા કરવાની ક્ષમતા છે તે રાષ્ટ્રીય વપરાશની સરેરાશના ૧૬ દિવસ સુધી ચાલે તેટલી જ છે. એલપીજી અમેરિકા, યુરોપ, મલેશિયા અને આફ્રિકા જેવૈ વૈકલ્પિક સ્તોતો પાસેથી પણ મંગાવી શકાય છે. રેશનિંગમાં કેરોસીનનો સપ્લાય બંધ થઈ ગયા પછી હવે જો ગેસના બાટલાની અછત સર્જાય છે તો વીજળીથી જમવાનું બનાવવું એકમાત્ર વિકલ્પ છે. જો કે અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઓઇલ માર્કેટ હવે ભૂરાજકીય જોખમોના ઝાટકા સહન કરતાં શીખી ગયું છે. કોઈપણ પ્રકારની ભૂરાજકીય ઘટના બને ત્યારે ટૂંકા સમયગાળા માટે ઓઇલમાં ઉછાળો આવે છે, પછી તે શમી જાય છે. પહેલા આવું રશિયા-યુક્રેન યુદ્ધ વખતે થયું હતું, તેના પછી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વખતે થયું હતું. હવે ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ વખતે આ સ્થિતિ જોવા મળી છે.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026