સિદ્દીકીની હત્યા કેસમાં ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ : ઝિશાન
January 28, 2025
મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્યના વાંદ્રે પશ્ચિમ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાની તપાસના સંદર્ભે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીએ પોલીસને કેટલાક નામ આપ્યા છે. તેમણે ભાજપના નેતા મોહિત કંબોજનું નામ પણ આપ્યું હતું, પરંતુ તેમણે હત્યામાં કોઈ પણ પ્રકારની સંડોવણીનો ઇનકાર કર્યો છે. કંબોજે એક નિવેદનમાં કહ્યું કે, 'ઝીશાન સિદ્દીકી આ મુદ્દાને વધુ ઉપસાવી રહ્યા છે. તેના માટે તેમણે હકીકતોને સરળતાથી તોડી- મરોડીને રજૂ કરી છે. બાબા તો મારા સારા મિત્ર હતા. ગયા વર્ષે તેમની હત્યા થઈ તે દિવસે અમારી વાત થઈ હતી. હું બાંદ્રામાં રહેતો હોવાથી તેમને છેલ્લા 15 વર્ષથી ઓળખતો હતો. અમે NDAનો ભાગ હતા અને ઘણીવાર રાજકીય અને બિન-રાજકીય મુદ્દાઓ પર વાત કરતા હતા.'
મોહિત કંબોજે કહ્યું કે, 'બાબા સિદ્દિકી હત્યા કેસમાં જે ચાર્જશીટ દાખલ કરેલ છે, તેમાં મારું નામ નથી. તેમણે કહ્યું, 'ઝિશાનનું કહેવું છે કે, જ્યારે બાબાની હત્યા થઈ એટલે કે, 12 ઓક્ટોબર 2024ના રોજ મેં બાબા સાથે વાત કરી હતી. એ સાચું છે. અમે બંને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે થી ચાર વાર રાજકારણ અને અન્ય મુદ્દાઓ પર વાત કરતાં હતા. તેમની હત્યા અમારા માટે આઘાતજનક હતી.'
તેમણે કહ્યું કે, 'હું તે દિવસે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે હોસ્પિટલમાં પણ ગયો હતો. અને પોલીસે બાબા સિદ્દિકી હત્યા કેસના તમામ તથ્યો બહાર લાવવા જોઈએ. આ હત્યામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ.'
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026