ડીઆર કોંગોમાં ઇબોલાનો ભયંકર પ્રહાર, મૃત્યુઆંક 101 પર પહોંચ્યો
June 09, 2026
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાથી 101 લોકોનું મૃત્યુ થયું છે. સોમવારે સરકારે તેના સર્વશેષ સમાચારમાં જણાવ્યું કે તેણે પાછલા 24 કલાકમાં 35 નવા પુષ્ટિ થયેલા કેસ નોંધ્યા હતા, જેમાં 10 લોકોનું મૃત્યુ થયું હતું. આ આંકડા સાથે પુષ્ટિ થયેલ કુલ કેસોની સંખ્યા 550 અને મૃત્યુનું આંક 101 પર પહોંચી ગયું છે.
ઇબોલાનો બુન્ડિબુગીયો સ્ટ્રેન 15 મેથી આ પ્રાંતમાં ફાટી નીકળ્યો હતો. આ રોગચાળો ઇતુરી, ઉત્તર કિવુ અને દક્ષિણ કિવુ - આ ત્રણ પ્રાંતોમાં કેન્દ્રિત છે, જ્યાં લાંબા સમયથી સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરના કેસો ઇતુરીના 17 આરોગ્ય ઝોન, ઉત્તર કિવુના સાત આરોગ્ય ઝોન અને દક્ષિણ કિવુમાં નોંધાયા છે.
અહેવાલમાં જણાવ્યું છે કે ડજુગુ, ઇરુમુ અને મમ્બાસામાં સશસ્ત્ર જૂથોની હાજરી ઇબોલા સામેના પ્રયાસોમાં મોટો અવરોધ બની રહી છે. આ જૂથો આરોગ્ય ક્ષેત્રોમાં માનવતાવાદી પ્રવેશને સીમિત કરી રહ્યા છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, આ ત્રણ પ્રાંતોમાં 120 થી વધુ સશસ્ત્ર જૂથો વંશીય તણાવ, રાજકીય દુશ્મનાવટ અને કુદરતી સંસાધનોના નિયંત્રણ માટે લડાઈ કરી રહ્યા છે. અવિશ્વાસ અને પ્રતિકારને કારણે ઇબોલા પર નિયંત્રણ લાવવામાં મોટો અવરોધ આવી રહ્યો છે. રવિવારે બુનિયાના એક કબ્રસ્તાનમાં દફનવિધિ ટીમ પર હુમલો થયો હતો, જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Related Articles
અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10 દિવસમાં ઇન્ટરવ્યૂ માટે યુએસ સરકારે શરૂ કર્યો નવો પ્લાન
અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10...
Jun 09, 2026
અમેરિકાની સૈન્ય કાર્યવાહી આગળ ઈરાન નમવા મજબૂર, આગામી 2 સપ્તાહમાં સંપૂર્ણ વિજયની ટ્રમ્પની ભવિષ્યવાણી
અમેરિકાની સૈન્ય કાર્યવાહી આગળ ઈરાન નમવા...
Jun 09, 2026
ઈરાનનું ઓપરેશન નસર : ઈઝરાયલે વિચાર્યું પણ નહોતું ત્યાં જઈને મિસાઈલોનો કર્યો વરસાદ
ઈરાનનું ઓપરેશન નસર : ઈઝરાયલે વિચાર્યું પ...
Jun 08, 2026
7.8ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ ફિલિપાઇન્સમાં સુનામીનું એલર્ટ જાહેર, અનેક ઈમારતો ધરાશાયી
7.8ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ ફિલિપાઇ...
Jun 08, 2026
ટ્રમ્પ અને ખામેનેઇની મુલાકાત અશક્ય : ઇરાને અમેરિકા સામે મુકી 24 અબજ ડોલરની શરત
ટ્રમ્પ અને ખામેનેઇની મુલાકાત અશક્ય : ઇરા...
Jun 07, 2026
ટ્રમ્પની ગલાંટ, ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને મળવા તૈયાર
ટ્રમ્પની ગલાંટ, ઈરાનના નવા સુપ્રીમ લીડર...
Jun 05, 2026
Trending NEWS
08 June, 2026
08 June, 2026
08 June, 2026
08 June, 2026
08 June, 2026
07 June, 2026
07 June, 2026
07 June, 2026
07 June, 2026
07 June, 2026