Breaking News :
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત

28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

September 28, 2026

દેશભરમાં 28 સપ્ટેમ્બરથી શરૂ થનારી બેન્ક કર્મચારીઓની ત્રણ દિવસીય હડતાળ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. 27 સપ્ટેમ્બરે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે યોજાયેલી બેઠકમાં સકારાત્મક સહમતિ બાદ યુનિયનોએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આથી શાખાઓમાં રોકડ વ્યવહાર અને ચેક ક્લિયરિંગ સહિતની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

હડતાળનું મુખ્ય કારણ પાંચ દિવસના કામકાજની વ્યવસ્થા લાગુ કરવાની અને મહિનાના બાકીના તમામ શનિવારે રજા આપવાની માંગ હતી. હાલમાં બેન્કોમાં માત્ર બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. હવે બાકીના શનિવારે રજા અંગે સર્વગ્રાહી ચર્ચા માટે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સની સંયુક્ત ઉચ્ચસ્તરીય સમિતિ તાત્કાલિક બનાવવામાં આવશે.

પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ સ્કેલ-IV અને તેનાથી ઉપરના અધિકારીઓના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવા પણ સહમતિ બની છે. ઉપરાંત, 8 માર્ચ 2024ની અગાઉની બેઠકની નોંધમાં દર્શાવાયેલા પેન્શન અપડેશન સહિતના પડતર મુદ્દાઓ પર બંને પક્ષો ઝડપથી વાટાઘાટો પૂર્ણ કરીને ઉકેલ લાવશે.

અગાઉ 28થી 30 સપ્ટેમ્બર સુધી હડતાળને કારણે કેશ જમા-ઉપાડ, ચેક ક્લિયરિંગ, ડીડી અને કેવાયસી સહિતનું કાઉન્ટર કામકાજ ખોરવાવાની ભીતિ હતી. કેટલાક બેન્કોએ ગ્રાહકોની સુવિધા માટે રવિવારે પણ શાખા ખોલવાની તૈયારી કરી હતી. હવે હડતાળ મોકૂફ રહેતાં સોમવારથી સરકારી અને ખાનગી બેન્કોની શાખાઓ સામાન્ય રીતે કાર્યરત રહેશે અને નાણાકીય વ્યવહારો અટકશે નહીં.