સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ
September 28, 2026
ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગેના આરોપો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરાયો છે કે ચૂંટણી પંચમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું અને બંને ચૂંટણી આયુક્ત સુખબીર સિંહ સંધૂ તથા વિવેક જોશીની સંમતિ વિના કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા. અરજીમાં સમગ્ર મામલે ન્યાયિક તપાસ અથવા એસઆઈટી રચવાની માગ કરવામાં આવી છે.
અરજીમાં SIR પ્રક્રિયામાં ફેરફાર, ફોર્મ-6માં બદલાવ, ECINet મારફતે ડેટા નિયંત્રણ અને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન અધિકારીઓ પરના પ્રતિબંધો સહિતના નિર્ણયો રદ કરવાની માગ કરાઈ છે. પશ્ચિમ બંગાળમાં બંને ચૂંટણી આયુક્તોને જાણ કર્યા વિના 16.10 લાખ અપીલો દાખલ કરવાના મુદ્દાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. અરજીમાં એક અહેવાલને આધાર બનાવાયો છે, જેમાં છેલ્લા 10 મહિનામાં બંને આયુક્તોએ ઓછામાં ઓછા 14 વખત કેટલાક નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યાનો દાવો કરાયો છે.
અરજીમાં બંને આયુક્તોની સંમતિ વિના લેવાયેલા નિર્ણયો રદ કરી અગાઉનું ફોર્મ-6 ફરી લાગુ કરવાની માગ છે. ઉપરાંત ECINet હેઠળ એકત્રિત ડેટાની ફોરેન્સિક તપાસ અને સમગ્ર મામલે ન્યાયિક તપાસ અથવા એસઆઈટી તપાસની માગ કરવામાં આવી છે. બીજી તરફ, ચૂંટણી પંચે કહ્યું છે કે આંતરિક મતભેદ કામકાજનો ભાગ છે અને અંતિમ નિર્ણયો સહમતિથી લેવાય છે.
Related Articles
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાન...
Sep 28, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પ...
Sep 28, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિ...
Sep 28, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026