Breaking News :
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ

September 28, 2026

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા અને ટ્રેકિંગ પર અસર પડી છે. રવિવારે 15 હજારથી વધુ તીર્થયાત્રીઓને વિવિધ સ્થળોએ રોકવામાં આવ્યા હતા. કેદારનાથથી 1200 યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કાલિંદી ટ્રેક સહિતના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ અને પોર્ટરોને બહાર કાઢવા 6 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. સંભવિત બચાવ સ્થળો નજીક હેલિપેડની ઓળખ કરી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ગોઠવવામાં આવી છે. હવામાનની ગંભીર સ્થિતિને પગલે હેમકુંડ સાહિબ અને ફૂલોની ખીણ તરફ જતા પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓને પણ રોકી દેવાયા છે.

પર્યટન સચિવ ધીરજ ગર્બ્યાલે જણાવ્યું હતું કે કાલિંદી ટ્રેક સહિતના કેટલાક સ્થળોએ ટ્રેકિંગ માટે ગયેલા પ્રવાસીઓ સાથે પોર્ટરો પણ ફસાયા છે. હવામાન સાફ થશે તો સોમવારે હેલિકોપ્ટરથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે. કેદારનાથ જતા યાત્રિકોને ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ગુપ્તકાશીમાં રોકવામાં આવ્યા છે, જ્યારે ગંગોત્રી-યમુનોત્રી જતા યાત્રિકોને બડકોટ, દોબાટા અને ખરાડીમાં અટકાવવામાં આવ્યા છે.

કેદારનાથ જવાના આશરે 5000 યાત્રિકોને સુરક્ષિત સ્થળોએ રોકવામાં આવ્યા છે અને 1000 યાત્રિકો કેદારનાથ ધામમાં રોકાયા છે. ગંગોત્રી-યમુનોત્રી જતા આશરે 7000 યાત્રિકો વિવિધ સ્થળોએ અટક્યા છે. ઘાંઘરિયા ગુરુદ્વારામાં 1100 યાત્રિકો, હોટલોમાં 200થી 300 યાત્રિકો અને ગોવિંદઘાટમાં આશરે 1200 યાત્રિકોને રોકવામાં આવ્યા છે. ફૂલોની ખીણ તરફ જતા 200 પ્રવાસીઓને પણ અટકાવવામાં આવ્યા છે. ચારધામ યાત્રા રવિવારે સુરક્ષાના કારણોસર સંપૂર્ણપણે બંધ રહી હતી અને ગંગોત્રી-યમુનોત્રી ધોરીમાર્ગ પણ દિવસ દરમિયાન વારંવાર બંધ રહ્યો હતો.

ઉત્તરકાશીના કાલિંદી ટ્રેક પર 18 ટ્રેકરો ફસાયા હોવાની માહિતી મળતાં વહીવટીતંત્ર સક્રિય થયું હતું. જિલ્લા કલેક્ટર પ્રશાંત આર્યએ તમામ ટ્રેકરો બેઝ કેમ્પમાં સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી હતી અને તેમની સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. હવામાન સાફ થયા બાદ સોમવારે હેલિકોપ્ટરથી સ્થળની હવાઈ તપાસ કરવામાં આવશે. ભારે વરસાદને કારણે સિરોબગડ માર્ગ પણ દિવસભર બંધ થતો રહ્યો હતો.