દિલ્હી બ્લાસ્ટ કેસ, વીડિયો દ્વારા બ્રેઈનવોશિંગ અને તાલીમ
November 21, 2025
વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વીડિયો
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં વિદેશી ષડયંત્રના પુરાવા મળ્યા છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન દ્વારા વિદેશથી સુસાઇડ બોમ્બિંગના વીડિયો મોકલવામાં આવ્યા હતા. આ વીડિયો જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ડૉક્ટર મોડ્યુલના સભ્યો સાથે શેર કરવામાં આવી રહ્યા હતા.
અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા એક ડૉક્ટરની પૂછપરછ દરમિયાન સમગ્ર ષડયંત્રની પદ્ધતિનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનીએ તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે મોડ્યુલના વિદેશી હેન્ડલર્સ દ્વારા તેમને આવા ઘણાં વીડિયો મોકલવામાં આવ્યા હતા. આ વીડિયોમાં સુસાઇડ બોમ્બિંગના હેતુઓ અને આવી આતંકી પ્રવૃત્તિઓ કેવી રીતે વિકસાવવી તેની વિગતવાર માહિતી (તાલીમ) આપવામાં આવી હતી. ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમર ઉન નબીનું આ વીડિયો દ્વારા જ બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીનું માનવું છે કે,આવા વીડિયોનો ઉપયોગ વિશ્વના અન્ય આતંકી સંગઠનો દ્વારા પણ કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ આતંકીઓ માત્ર વિદેશી નિર્દેશો પર કામ કરતા નહોતા, પરંતુ તેઓ આતંકવાદી ગતિવિધિઓ માટે પોતાનું ભંડોળ પણ એકઠું કરી રહ્યા હતા. આ આતંકીઓએ પોતે 26 લાખ રૂપિયા એકઠા કર્યાં હતા અને ચાર વાહનો ખરીદ્યા હતા. આ વીડિયો દ્વારા તાલીમ મેળવીને તેઓ પોતાના પૈસાથી બોમ્બ બનાવી રહ્યા હતા અને વિસ્ફોટકો ખરીદી રહ્યા હતા.
Related Articles
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવ...
Jul 05, 2026
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ ગાંધીની આગેવાનીમાં આંદોલન થશે
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ...
Jul 05, 2026
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળબંબાકાર, 15 ફ્લાઈટને અસર
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળ...
Jul 05, 2026
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVની તપાસ બાદ મંદિર સમિતિ એક્શનમાં
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVન...
Jul 05, 2026
ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષેક બેનરજીની મુશ્કેલી વધી
ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષ...
Jul 05, 2026
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026