કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ:18 ઘાયલ
February 18, 2025

ટોરોન્ટો : ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 4819ને લેન્ડીંગ વખતે અકસ્માત નડ્યો છે. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી. જોકે ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડીગ વખતે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 80 લોકો સવાર હતા, જેમાંથી 76 મુસાફરો અને 4 ચાલક દળના સભ્યો હતા. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, આ દુર્ઘટનામાં 18 લોકોને ઇજા પહોંચી છે.
કેનેડાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 65 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. જેના લીધે વિમાનને અકસ્માત નડ્યો હોવાનું અનુમાન છે. જોકે હજુ સુધી અકસ્માતનું ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. હાલમાં યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ મદદે પહોંચી ગયું છે.
રોયયર્સના રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળ પર હાજર પેરામેડિકલ સ્ટાફે પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.
ટોરોન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટે આ ઘટનાને લઇને X પર એક પોસ્ટમાં લખ્યું છે કે 'અમે મિનિયાપોલિસથી આવનાર ડેલ્ટા એરલાઇન્સના વિમાન સાથે સંકળાયેલી એક ઘટનાથી માહિતગાર છીએ, અને ઇમરજન્સી ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગઇ છે. તમામ મુસાફરો અને ચાલક દળનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.'
પીલ સ્થાનિક પોલીસના કોન્સ્ટેબલ સારા પૈટને અકસ્માત સંબંધિત માહિતી આપતાં કહ્યું હતું કે 'એક વિમાન દુર્ઘટના સર્જાઇ છે. મારી જાણકારી અનુસાર મોટાભાગના મુસાફરો સુરક્ષિત છે અને તેમને પ્લેનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.
દુર્ઘટનાગ્રસ્ત વિમાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં વિમાન પલટી ખાઇ ગયેલું જોવા મળે છે અને ઇમરજન્સી સર્વિસની ટીમો રેસ્ક્યૂ કરી રહી છે. રનવેની ચારેય તરફ બરફ પડેલો જોવા મળે છે. આ ઘટનાના કારણે ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પરથી ઉડાણ ભરનાર 40 વિમાનો મોડા પડશે. જાણકારી અનુસાર ફ્લેપ એક્ટ્યૂએટરમાં ખામીના કારણે વિમાન પલટી ખાઇ ગયું છે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

01 July, 2025

01 July, 2025

01 July, 2025

01 July, 2025

01 July, 2025

01 July, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025