Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ લીધો નિર્ણય

June 30, 2025

ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી. ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત સરકારે રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગે તેમની વિદાયની તૈયારીઓ શરુ કરી દીધી હતી.

આઇપીએસ વિકાસ સહાય હાલમાં ગુજરાતના પોલીસ વડા (DGP) તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને આજે 30 જૂન, 2025ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હતો. વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે, જેમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે.